ગાંધીનગર-

મળતી માહિતી મુજબ સેક્ટર ૨૧ મહાવીર સોસાયટીમાં રહેતાં અને મૂળ બોરીજના રહીશ વિષ્ણુ રણછોડભાઈ પ્રજાપતિ સેક્ટર ૨૧ શાક માર્કેટમાં કરિયાણાની દુકાન ધરાવે છે. તેમને દુકાને અવારનવાર કરિયાણું લેવા આવતાં ૪૫ વર્ષીય જ્યોત્સના ઉર્ફે શારદા કાંતિભાઈ વાઘેલા (રહે, સંજરી પાર્ક પેથાપુર) દ્વારા વિષ્ણુભાઈને ઝ્રસ્ કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવું છું. તેમના સગાને કોઈ સરકારી નોકરી જાેઈતી હોય તો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેમની પાસેથી ટુકડે ટુકડે ૩૫ લાખ રૂપિયાની માતબર રકમ ખંખેરવામાં આવી હતી.

જ્યારે જ્યોત્સનાબહેન અન્ય એક સાગરિત ટીબી ઝાલાના નામથી ફરિયાદી સાથે વાત કરતો હતો અને તેના દ્વારા વિષ્ણુભાઈ પ્રજાપતિને તેમની બન્ને દીકરીઓના ઓર્ડર લેવા માટે ૩.૧૦ લાખ આપી જવા જણાવ્યું હતું. ત્યારે નવા સચિવાલય ગેટ નંબર ૧ પાસે જ્યોત્સનાબહેન અને તેનો અન્ય સાગરિત ભરત ગણેશ પુરબીયા (રહે વઢવાણ સુરેન્દ્રનગર) નાણાં લેવા માટે આવ્યાં હતાં તે દરમિયાન ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જી. વાઘેલા, પીએસઆઇ એ. જી. એનુરકર દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેને લઇને આ બંને નાણાં લેવા માટે આવતાં જ ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ મહિલા અને પુરુષ બંને સગાં ભાઈબહેન થાય છે અને બેકાર હોવાના કારણે છેતરપિંડી કરી હતી. પોલીસે બંનેને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.