અમદાવાદ, શહેરના થલતેજના હેબતપુર રોડ પર આવેલ શાંતિવન પેલેસ બંગ્લાનંબર ૨માં રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. જાે કે ત્યાના સીક્યુરીટી ગાર્ડે ચાર શખ્સોને તેમના બંગ્લામાંથી ભાગતા જાેયા હતા. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. શહેરમાં ડબલ મર્ડરની ઘટના બનતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. થલતેજના હેબતપુર રોડ પાસે આવે શાંતિવન પેલેસના બંગ્લાનંબર ૨માં રહેતા એનારાય અશોક કરસન પટેલ અને તેમની પત્ની જાેત્સનાબહેનની હત્યા થઈ ગઈ હતી. જાે કે ત્યાના સીક્યુરીટી ગાર્ડે સવારે ૮ વાગ્યાની આસપાસ તેમના બંગ્લામાંથી ૪ શખ્સોને ભાગતા જાેયા હતા.

જેથી સીક્યુરીટી ગાર્ડ અશોકભાઈના બંગ્લે પહોંચ્યા હતા અને ત્યાના ચેરમેનને પણ જાણ કરી હતી. જેથી ચેરમેન સહીત પડોશીઓ પણ તેમના બગ્લે પહોંચ્યા હતા. જાે કે ઘરનો દરવાજાે તુટેલો હોવાથી તમામ લોકો અંદર ગયા ત્યારે અશોકભાઈ અને તેમની પત્ની જાેત્સનાબેન લોહી લુહાણ હાલતમાં જમીને પડ્યા હતા. જેથી ચેરમેને સોલા હાઈકોર્ટ પોલીસ અને ૧૦૮ને ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ની ટીમ પણ ત્યા આવતા બંન્નેને મૃત જાહેર કર્યા હતા. જેથી પોલીસે અશોકભાઈ અને જાેત્સનાબહેનના મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથધરી હતી. જાે કે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, અજાણ્યા શખ્સો લુંટના ઈરાદે તીક્ષણ હથિયાર વડે અશોકભાઈ અને જાેત્સનાબહેનની હત્યા કરી હતી. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી લધુ તપાસ હાથધરી છે.

૮થી ૮.૩૦ ની વચ્ચે બનાવ બન્યો હોવાનું અનુમાન

સવારે શાંતિવન પેલેસમાં દુધવાળો દુધ આપવા માટે આવ્યો ત્યારે જાેત્સનાબહેન દુધલેવા માટે અંદર આવ્યા હતા તથા આસપાસના પાડોશીએ જાેત્સનાબહેનને ૭ વાગ્યા સુધી તો ઘરની બહાર નીકળેલ જાેય હતા. જેથી તેમની હત્યા ૮થી ૮.૩૦ ની અંદર કરવામાં આવી હોવાનું બની શકે છે.