કચ્છ-

સરહદ પર આવેલા પિલર નંબર 1079/M પર આજે 14 ઓગસ્ટના રોજ BSF અને પાકિસ્તાનના રેન્જર્સે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી તથા મીઠાઈઓની આપ-લે કરી હતી. આવા ઐતિહાસિક અને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે એકબીજાને મીઠાઈ આપવી અને તેમની શુભેચ્છાઓ મોકલવાથી બંને દેશો વચ્ચે પરસ્પર સંવાદિતા અને ભાઈચારો વધે છે. આવા પ્રસંગો BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આજે 14મી ઓગસ્ટ 2021ના ​​રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના પ્રસંગે BSF અને પાકિસ્તાન રેન્જર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આઝાદીના 75 વર્ષ થયા છે જેની ઉજવણી દર સાલની જેમ આ વખતે પણ બન્ને પડોશી દેશો ઉજવી રહ્યા છે.