અમદાવાદ, પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. સેશન્સ કોર્ટ દ્વારા થલતેજની જમીન પચાવી પાડવાના કેસમાં રમણ પટેલના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની મુશ્કેલી વધી છે. થલતેજની જમીન પચાવી પાડવાના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ૬ દિવસના રિમાન્ડ મંદૂર કરવામાં આવ્યાં છે. આ સાથે રમણ પટેલની લેન્ડ ગ્રેબિંગ પ્રવૃત્તિમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. શહેરના પોપ્યુલર બિલ્ડર્સ સામે થોડા સમય અગાઉ આવકવેરા વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

જેમાં રમણાઇ, છગન અને પ્રથમેશ પટેલ સામે ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો હતો. જેમાં ખોટી એફિડેવિટ મુદ્દે પોપ્યુલર બિલ્ડર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અગાઉ પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ખેડૂતની જમીન ખોટા ડોક્યુમેન્ટથી પડાવી લેવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. જેમાં સોમેશ્વર ખેતીવાડી સહકારી મંડળીની જનામે જમીન પચાવી હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં સરકારી કર્મચારીઓનો સંડોવણી હોવાની અટકળો લગાવામાં આવીહતી. આ કેસમાં રમણ પટેલ સહિત ૫ ભૂમાફિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.