મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કાજળપુરા મહોલ્લા ખાતે તારીક ગાર્ડન નામે એક પાંચ માળની ઈમારત તૂટી પડી હતી, જેમાં 200 રહેવાસીઓ દટાઈ ગયા હતાં. આ દુર્ઘટના પહેલા લગભગ એક કલાક સુધી ઇમારત હલી હતી. કાટમાળ હેઠળથી ચીસો સંભળાતી હોવાથી અગ્નિશમન દળ, સ્થાનિક પોલીસ, એનડીઆરએફની ટીમો, જિલ્લાધિકારી કાર્યાલયના કર્મચારીઓ અને સ્થાનિકોએ યુદ્ધને ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં પાંચમાળનું મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દબાયા હતાં. મળતી માહિતી પ્રમાણે 47 પરિવારો આ પાંચમાળના મકાન દબાયા હતાં. હજુ પણ 18 લોકો ફસાયા છે. જ્યારે આ દર્ધટનામાં 2 લોકોના મોત થયાં છે. જો કે, હાલ લોકોને બહાર કાંઢવાની કામગીરી લાચુ છે. આ અંગે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, આ ઘટનામાં 200 લોકો દબાયા હતાં.