અમદાવાદ-

અમદાવાદ નેશનલ હાઈવે 59 ના મેઠવાડા ટોલ ટેક્સ બુથ ઉપર શુક્રવારની મોડી રાત્રે અચાનક 30થી 35 બુકાનીધારી બદમાશોએ હૂમલો કર્યો હતો. હૂમલો કરીને ઉત્પાત મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસનું સાયરન સંભળાતા જ હૂમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ટોલ બૂથ સંચાલકો દ્વારા બેટમાં પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ દાખલ કરી છે. તે પહેલા પણ ટોલ કર્મચારી સાથે મારપીટની ઘટના બની ચુકી છે. પોલીસ આ સમગ્ર મામલા ઉપર નજર રાખી રહી છે અને હૂમલાખોરોની તલાશ કરી રહી છે.

મળતી માહિતી મુજબ આસપાસના ગ્રામીણો દ્વારા ટોલ બુથ ઉપર ટેક્સ વસુલીને લઈને તોડફોડ કરવામાં આવી હોય. આ પહેલા પણ ટોલબૂથની આસપાસના ગામમાં લોકોને ટેક્સ વસુલીનો વિરોધ પણ કર્યો હતો. જ્યારથી આ ટોલ બૂથ બન્યું છે ત્યારથી તે વિવાદોમાં રહ્યું છે. સમગ્ર દેશમાં આવેલા ટોલ બૂથો ઉપર લાગનારા ટોલની સંખ્યા કરતા આ ટોલ બૂથ ઉપર ટોલના ભાવ વધારે છે. આ પહેલા પણ ઘણા આંદોલનો અને વિરોધ પ્રદર્શન થઈ ચુક્યાં છે. એટલું જ નહીં એક વખત તો વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિશાલ પટેલે આશે 3 કલાક સુધી ટોલ બૂથ ઉપર ટોલની નજીક રહેનારા ખેડૂતો પાસેથી ટોલની વસુલી લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.