અમદાવાદ,

પહેલાંના જમાનામાં ગુપ્ત સંદેશાઓની આપ-લે માટે રાજાઓ કાગળ પર એવી શાહીથી લખતા કે જે કાં તો આગની ગરમીથી દેખાય અથવા તો પાણીમાં ડુબાડો તો જ ઊપસી આવે. આવું જ એક પુસ્તક હાલમાં સોશ્યલ મીડિયા પર લોકોને આશ્ચર્યમાં મુકી રહ્યુ છે

ટવીટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં આ અનોખા પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો છે. વીડિયોમાં પુસ્તકનાં પાનાં એકદમ કાળાધબ છે અને ખોલતાં કાળા પાના પર એક પણ અક્ષર વંચાતો નથી. પરંતુ લાઈટ સળગાવીને એની જ્યોત કાગળની નીચે મુકતાં એમાંના અક્ષર વાંચવા લાગે છે. એ વીડિયો ક્લીપ લોકોને ટોમ રીડર્સ ડાયરી કે હેરી પોટરનાં મરુડર્સ મેપની યાદ અપાવે છે. 

રે બ્રેડબરીનાં ફેરનહાઈટ-451 નામના પુસ્તકનાં પાના કાર્બન જેવાં કાળાં લાગે છે પરંતુ, અગ્નિના સ્પર્શથી એમાંના અક્ષરો વંચાવા માંડે છે. ટવીટર પર આ પુસ્તક વિશેની વીડિયો-ક્લિપને 7000થી વધારે લાઈક્સ મળી છે.