વડોદરા-

હાઇવે પર અકસ્માત હવે જાણે સાવ સામાન્ય વાત બની ગઇ છે અને તેના કારણ અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આવો જ એક કિસ્સો આજે વડોદરા વાઇવે પર જોવા મળ્યો હતો જેમા બસ તથા ટ્રકનો અકસ્માત થયો હતો જોકે સદ્ નસીબે કોઇ જાનહાની નહોતી થઇ. 

વડોદરા શહેરના નેશનલ હાઇવે નંબર 8 પાસે કુશલગઢ થી વાપી જતી લક્ઝરી બસ મજૂરો ભરીને વાપી જતી હતી. આગળ ટ્રક વાળા બ્રેક મારતા પાછળથી આ લક્ઝરી ઘુસી જઇ અકસ્માત સર્જાયો સદનસીબે સાત મજૂરો ઘાયલ થઈ જતા સારવાર માટે શહેરના એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.