અમદાવાદ-

ભારતમાં યુવાનોની કમી નથી માત્ર તેમને સ્કીલ ડેવલપમેન્ટ તરફ વાળવામાં આવે તો સૌથી મોટી રોજગારી પેદા થઇ શકે છે. એક આંકલન પ્રમાણે દેશમાં 2022 સુધીમાં 12.68 અને ગુજરાતમાં 2.5 કરોડ યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટથી તૈયાર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. જો આ પ્લાન સફળ થાય તો હવે પછીના બે વર્ષમાં નોકરીઓની અછત સર્જાશે નહીં.

કોરોના સંક્રમણના સમયમાં લાખો યુવાનોએ નોકરી ગુમાવી છે ત્યારે સ્કીલ્ડ ડેવલપમેન્ટ એકમાત્ર એવો માર્ગ છે કે જેમાં નોકરી ગુમાવનારા યુવાનોને ફરીથી નોકરી મળી શકે છે અને નવા યુવાનોને સ્કીલ્ડ બનાવી નોકરી માટે તૈયાર કરી શકાય તેમ છે.

સરકારે સ્કીલ ડેવલપમેન્ટ માટેની તાજેતરમાં યોજેલી બેઠકમાં યુવાનોને તાલીમ લેવામાં પડતી મુશ્કેલીઓ, તાલીમના પ્રકારની તૃટીઓ, સ્કીલ ડેવલપમેન્ટ માટે કામ કરતી એજન્સીઓની ગેરરિતીઓ તેમજ ઉદ્યોગને અનુરૂપ રોજગારી જેવી બાબતોમાં વ્યાપક ચચર્િ કરવામાં આવી હતી. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સ્કીલ ડેવલપમેન્ટમાં ભારત સરકારના 22 મંત્રાલય અને ગુજરાતના છ વિભાગો કામ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે 2015માં બનાવેલી સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનિયોર ડેવલપમેન્ટ પોલિસી પ્રમાણે દેશમાં યુવાનોને ગમતી નોકરી મળી શકે છે.

દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યુવાનોને તૈયાર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક અભિગમથી 11 સેક્ટરમાં સ્કીલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. જો કે બે લાખ થી ત્રણ લાખનો પગાર આપતા પસંદગીના સ્કીલ ડેવલપમેન્ટ રાજ્યોમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કણર્ટિકનો ક્રમ આવે છે.

બીજી તરફ મહિલાઓને નોકરી આપ્નારા રાજ્યોમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કણર્ટિક, તેલંગાણા, મહારાષ્ટ્રનો ક્રમ આવ્યો છે. એવી જ રીતે વધુ રોજગાર ક્ષમતામાં ટોપ ફાઇવ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડૂ, કણર્ટિક અને ઉત્તરપ્રદેશ આવે છે. હવે ગુજરાત અગ્રેસર બને તે દિશામાં સરકારે સ્કીલ ડેવલપમેન્ટની સ્કીમનું રિનોવેશન કર્યું છે.

રોજગાર વિભાગના અધિકારીએ કહ્યું હતું કે નવી પોલીસી અને ગાઇડલાઇન તૈયાર કરવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ દરેક યુવક કે યુવતીને તેની પોતાની પૂર્ણ ક્ષમતા પ્રમાણે કશુંક નવું શીખવાની તક આપીને તેમની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવાનો મોકો આપવાનો છે. તેની સાથે જ જુદા જુદા સાધનોનો ઉપયોગ કરતા રહીને આજીવન નવું શીખતા રહીને કેળવેલી નવી કાર્યકુશળતા માટે વિશ્વસનીય પ્રમાણપત્ર આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 2022ની સાલ સુધીમાં આ રીતે 12.68 કરોડ લોકોને તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.