દિલ્હી-

દુબઈ એરપોર્ટે 15 દિવસ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ફ્લાઈટને સસ્પેન્ડ કરી દીધી છે. એટલે કે, 2 ઓક્ટોબર સુધી દુબઈમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જશે નહીં. 4 સપ્ટેમ્બરના રોજ જયપુર-દુબઈ ફ્લાઈટમાંથી કોરોના સંક્રમિત યાત્રી મળ્યા બાદ દુબઈ સરકારે આ પગલુ ભર્યું છે. દુબઈ સિવિલ એવિએશન એથોરીટીનું કહેવું છે કે, આવું બીજી વખત થયું છે. એર ઈન્ડિયાએ આવી ઘટનાઓને બનતા રોકવા માટે એખ વિસ્તૃત સુધારાત્મક કાર્યવાહી કરવી પડશે. તે બાદ જ 15 દિવસનો પ્રતિબંધ પૂર્ણ થયા બાદ દુબઈ માટે એર ઈન્ડિયાની ફ્લાઈટોની ઉડાનને શરૂ કરવાની પરમિશન મળશે.

આ પહેલા ઓગષ્ટ મહિનામાં હોંગકોંગથી ઉડનારા કેટલાક યાત્રિકોના કોરોના પોઝિટિવ આવ્યાં બાદ એર ઈન્ડિયાએ હોંગકોંગની સેવાઓ અસ્થાયી રૂપે બ્રેક લગાવી દીધી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હોંગકોંગમાં સંચાલન સંબંધમાં તાજેતરમાં ફેરફારને ધ્યાને રાખીને એર ઈન્ડિયા પોતાની ત્રણ ફ્લાઈટોનું સંચાલન નહી કરે, જે ઓગષ્ટના અંત સુધી હોંગકોંગ માટે નિર્ધારીત કરવામાં આવી હતી. તેમાં માત્ર કાર્ગો ફ્લાઈટ જ સંચાલીત કરવામાં આવશે. જેમાં ભારતથી યાત્રિકો વિના જ ઉડશે. જ્યારે હોંગકોંગથી પરત ફરશે તે સમયે યાત્રિકોને લાવશે.