અમદાવાદ-

અમદાવાદથી કેવડિયા ચલાવામાં આવનાર સી-પ્લેનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદથી અને કેવિડયાથી સી-પ્લેન દરરોજ 4 ટ્રીપ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 31 ઓક્ટબરના રોજ અમદાવાદ રિવરફ્રંટથી કેવડિયા ખાતે સી પ્લેનમાં બેસીને જશે. અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સી-પ્લેન ઉડશે. અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ શરૂ થશે.અમદાવાદથી સવારે 10.15, બપોરે 12.45 કલાકે સી પ્લેન ઉડાન ભરશે. અમદાવાદથી છેલ્લી ફલાઇટ સાંજે 3.05 કલાકે કેવડિયા જશે.કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે 9.15 કલાકે જશે. સવારે 11.30 કલાકે બીજી ટ્રીપ, બપોરે 1.50 કલાકે ત્રીજી ટ્રીપ અને કેવડિયાથી છેલ્લી ટ્રીપ સાંજે 4.20 કલાકે જશે. 

અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ કરશે 

સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સી-પ્લેન ઉડશે

અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ

અમદાવાદથી સવારે 10.15, બપોરે 12.45 કલાકે ઉડાન ભરશે

અમદાવાદથી છેલ્લી સાંજે 3.05 કલાકે ટ્રીપ

કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે 9.15 કલાકે

સવારે 11.30 કલાકે બીજી ટ્રીપ, બપોરે 1.50 કલાકે ત્રીજી ટ્રીપ

કેવડિયા છેલ્લી ટ્રીપ સાંજે 4.20 કલાકે