સુરત-

વેપારીના પુત્રએ સુરતનું નામ આખા દેશમાં રોશન કરી દીધું છે. કાપડ વેપારીના પુત્ર મુદિત અગ્રવાલએ ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CAની ફાઇનલ પરીક્ષામાં દેશમાં બીજા ક્રમે આવ્યો છે. પરિવારમાં એકનો એક જ છોકરો છે, પોતાના પરિવારનું નામ પરિણામને લીધે આખા દેશમાં જાણીતું થઈ ગયું છે. મુદિતે આ પરીક્ષામાં 800/589 માર્ક્સ મેળવ્યા હતા.કાપડ વેપારીના પુત્ર મુદિત અગ્રવાલ હાલ 22 વર્ષનો છે. તેણે ગત નવેમ્બર મહિનામાં ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CAની પરીક્ષા આપી હતી. તે પરીક્ષાનું પરિણામ આજે આવ્યું છે. તે પરીક્ષામાં મુદીત અગ્રવાલે 800 માંથી 589 માર્ક્સ મેળવીને દેશના બીજા ક્રમનો વિદ્યાર્થી બન્યો છે. મૂળ રાજસ્થાનના રહેવાસી અને સુરતના વેસુમાં રહે છે. મુદિત અગ્રવાલે એક સંદેશો પણ આપ્યો હતો.એક વેપારીના પુત્રએ સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. કાપડ વેપારીના પુત્ર મુદિત અગ્રવાલએ ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CAની ફાઇનલ પરીક્ષામાં દેશમાં બીજા ક્રમે આવ્યો છે.