દિલ્હી-

દેશમાં ફરીવાર તેજીથી વધી રહેલા કોરોના કેસને જાેતા કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સ્થિતિ પર ચર્ચા કરવા માટે કેબિનેટ સેક્રેટરીએ શુક્રવારના તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે વચ્ર્યુઅલ બેઠક કરી છે. બેઠકમાં કોરોના મહામારીને રોકવા અને વેક્સીનેશન અભિયાનમાં ગતી લાવવા પર ચર્ચા કરવામાં આવી.

લગભગ ૨ કલાકથી વધારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કહ્યું કે તેઓ કોવિડ ૧૯ પ્રોટોકોલનું કડક પાલન સુનિશ્ચિત કરાવે. કેબિનેટ સેક્રેટરીએ કહ્યું કે, કોરોના પ્રોટોકોલનું પાલન કર્યા વગર આ મહામારીને રોકવું અસંભવ છે.

કેબિનેટ સેક્રેટરીએ કહ્યું કે, તમામ રાજ્ય સરકાર તેમના પ્રદેશોમાં ટ્રેસ, ટ્રેક અને ટ્રીટમેન્ટના ફોર્મ્યુલા પર કામ કરે. તેમણે કહ્યું કે, માસ્ક નહીં પહેરતા અને સામાજિક અંતરનું પાલન ન કરનાર સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરે.

તેમણે રાજ્યના મુખ્ય સચિવોને કહ્યું કે, ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે તેઓ જે પણ ઉપાય કરવા ઇચ્છે છે તેઓ કરી શકે છે. કેબિનેટ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના ડબલ વેરિએન્ટ કેસ જાેવા મળી રહ્યા છે. એવામાં રાજ્યના મુખ્ય સચિવોને વધારે સજાગ રહેવાની જરૂરિયા છે.