મહેસાણા-

મહેસાણામાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતી એક વ્યક્તિને અજાણ્યો ફોન આવ્યો હતો અને એ યુવતીએ વાતો શરૂ કરી હતી. બાદમાં પરિચય કેળવીને ટ્રાન્સપોર્ટરને લગ્ન માટે સારો છોકરો બતાવવા રજૂઆત કરી હતી અને મોઢેરામાં ખેતરમાં બોલાવ્યા હતા. જ્યાં યુવતીની સાગરીતોએ ટ્રાન્સપોર્ટરને ધમકાવ્યા હતા અને ૧૦ લાખની માગ કરી હતી. બાદમાં ૩ લાખ આપવા જણાવ્યું હતું. જાેકે રકમ લેવા આવેલા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી યુવકને ઝડપીને મોઢેરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આરોપી યુવક-યુવતી વિરુદ્ધ મોઢેરા પોલીસે મથકે ગુનો દાખલ થયો છે.

ટ્રાન્સપોર્ટરને ગત દિવસોએ અજાણ્યાં નંબર પરથી એક યુવતીનો ફોન આવ્યો હતો. જે બાદમાં યુવતીએ તમારો અવાજ સારો છે તેમ કહી વાતો ચાલુ રાખી હતી. આ તરફ વાતોની વચ્ચે બંને એકબીજાને અગાઉ મુલાકાતો પણ ગોઠવી હતી. જાેકે ૧૧ ફેબ્રુઆરીના રોજ યુવતીએ ફોન કરી ફરીયાદીને મોઢેરા મળવા બોલાવ્યા હતા. જ્યાં અગાઉથી નક્કી થયા મુજબ યુવતીના સાગરીતોએ આવી ચડીને ફરીયાદીને તું કેમ યુવતી સાથે બળજબરી કરે છે તેમ કહી ધમકાવ્યા હતા. આ સાથે ૧૦ લાખ માંગતાં છેલ્લે ૩ લાખ આપવાનું નક્કી થયુ હતુ.