રાજકોટ-

વર્ષો પહેલાં ગધેડાનો ઉપયોગ માલસામાનની હેરફેર માટે કરવામાં આવતો હતો પરંતુ જમાનો બદલાતાં મશીનરી આવી જતાં ગધેડાની કોઈ કિંમત જ રહી ન હતી. ગધેડાના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી તેમ જ અન્ય પશુપાલન તરફ વળી જતાં ગધેડા કામ વિનાના થઈ ગયાં હતાં.કચ્છ અને જામનગર જિલ્લામાં જોવા મળતાં હાલારી ગધેડીનું દૂધ ઉત્તમ હોવાનાં સંસોધનો સામે આવતાં ફરીથી હાલારી ગધેડીનો જમાનો આવી રહ્યો છે. જામનગર જિલ્લામાં જોવા મળતી હાલારી ગધેડાની પ્રજાતિના વ્યવસાય સાથે સંકળાયેલા ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના માલધારી વશરામભાઈ સોડાભાઈ ટોયટાની 5 પેઢીથી ઘેટા બકરાની સાથોસાથ ગધેડા ગધેડી રાખવાનો વ્યવસાય કરી રહ્યાં છે.

જામનગર જિલ્લામાં હાલારી ગધેડા નામશેષ થવાના આરે છે ત્યારે ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામમાં માલધારી ટોયટા પરિવાર છેલ્લાં પાંચ પેઢીથી ગધેડાના પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે.તાજેતરમાં હાલાર ગધેડીનું દૂધ ઉત્તમ હોવાનું સંશોધન થયા બાદ હરિયાણા ખાતે હાલારી ગધેડીના દૂધની ડેરી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવતાં હાલારી ગધેડીનું જતન કરનારા માલધારી પરિવાર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયો છે.

 જામનગર જિલ્લામાં જોવા મળતી હાલારી ગધેડી પ્રજાતિનું દૂધ ઉત્તમ હોવાનો વૈજ્ઞાનિક કારણો પર પણ આવ્યાં છે અને ગધેડીના દૂધમાંથી એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો ખૂબ જ હોય છે અને ફેટનું પ્રમાણ ઓછું છે અને હાલારી ગધેડીનું દૂધ હવે ઉત્તમ સાબિત થઇ રહ્યું છે. આમ જામનગર જિલ્લાની હાલારી ગધેડી ઉત્તમ પ્રજાતિની હોવાથી તેનું દૂધ સર્વ શ્રેષ્ઠ હોવાનું સંશોધન થયાં બાદ NRCE એ દ્વારા હરિયાણાના હિસારમાં હાલારી પ્રજાતિની ગધેડીના દૂધની ડેરી શરૂ કરવાનું નિર્ણય લેવાયો છે અને નાના ગઢડિયાના માલધારી પાસેથી હાલારી ગધેડીના બ્રિડિંગ માટે ગધેડી ગધેડાની 10થી વધુ જોડી મંગાવી છે ત્યારે ફરીથી હાલારી ગધેડીનો જમાનો આવશે તે વાત નક્કી છે.