આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં કુલ ૧૪ મુદૃાઓ પર સર્વસંમત્તિ સધાઈ હતી, જેમાં આગામી ૧૫મી ડિસેમ્બરના રોજ ફિઝિકલ યોજાનારા પદવીદાન સમારોહમાં અતિથિપદે કોવિડ-૧૯ની રસી માટે સંશોધન કરી રહેલાં દિલ્હીના શેખર પાંડે હાજર રહેશે, તેવો નિર્ણય લેવાયો હતો. જાેકે, અહીં એ ભૂલવું ન જાેઈએ કે, તાજેતરમાં કોરોના મહામારીમાં વર્તમાન સંક્રમણની સ્થિતિને કારણે એસપી યુનિવર્સિટીમાં રાતોરાત એક્ઝામ્સ કેન્સલ કરવી પડી હતી.  

એસપીની સિન્ડિકેટ બેઠકમાં કુલ ૧૪ મુદૃાઓ પર કોઈ પણ વિરોધ વિના સભ્યોએ સંમત્તિ આપી હતી, જેમાં યુનિવર્સિટી સંલગ્ન કેટલીક કોલેજના આચાર્ય તેમજ અધ્યાપકોના નામની અભ્યાસ સમિતિમાંથી બાદબાકી કરવામાં આવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના અધ્યાપકોની માન્યતા આપવામાં આવી હતી. બેઠકમાં ખાસ મુદ્દાઓમાં યુનિવર્સિટી સંલગ્ન ચાલી રહેલા ત્રણ માસ, છ માસ અને એક વર્ષના બી.વોક કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવો ર્નિણય લેવામાં આવ્યો હતો.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, બી. વોક કોર્સ સ્નાતક કક્ષાનો નથી. અત્યાર સુધીમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો નથી. ુ આગામી સમયમાં કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્સ પાસ કર્યા બાદ પ્રવેશ માટે આવે નહીં તે માટે સિન્ડિકેટ બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ સિવાય છેલ્લાં પાંચેક દિવસથી ચાલી રહેલા ઈન્ટરવ્યૂ બાદ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તેમજ એમ.બી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં કુલ ૧૩ નવાં અધ્યાપકોની નિમણૂક પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૧૫મી ડિસેમ્બરના રોજ પદવીદાન સમારોહ ફિઝિકલ યોજાશે. આ સમારોહમાં અતિથિ પદે કોવિડ-૧૯ની રસી માટે સંશોધન કરી રહેલાં દિલ્હીના શેખર પાંડે હાજર રહેશે, તેમ યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું.