ગાંધીનગર-

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી સીએમ વિજયરૂપાણીએ રાજીનામું આપી દેવાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજીનામું ધરી દેતાં કમલમમાં બેઠકનો ધમધમાટ ચાલુ છે. રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે તા. ૧૩ અથવા ૧૪ સપટેમ્બરના રોજ ગુજરાતમાં નવા મુખ્યમંત્રીને લઈને રાજકીય ધમધમાટો સાથે અટકળોનો દોર ચાલુ થઈ ગયું છે. હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, સી.આર. પાટીલ સહિતના નેતાઓના નામો પર જોરશોરથી અટકળો ચાલી રહી છે. જોકે હાઈકમાન્ડ કયા નેતા પર પસંદગીનો કળશ ઢોળા છે. એ તો હવે આવનારો સમય જ નકિક કરશે.  ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો ઉભો થયો છે. મુખ્યમંત્રી પદેથી સંવેદનશીલ કહેવાતા એવા વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી પદેથી ઓચિંતા રાજીનામાંએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે, આ અંગે વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ રાજીખુશીથી રાજીનામું ધર્યું છે. પાર્ટી કે અન્ય આગેવાનો-કાર્યકરો સાથે મતભેદ કે નારાજગી નથી. રાજીનામા બાદ વિજય રૂપાણી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે અને તે મારી માટે રાજીખુશીથી શિરોમાન્ય છે. જોકે રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુરૂવારે રાત્રે અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા હતા. જોકે અમિતશાહની ગુજરાત મુલાકાત અને સીએમ રૂપાાણીનું અચાનક રાજીનામું આપવું રાજકીય માહોલમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હવે આગામી ૨ દિવસમાં જ ગુજરાતની કમાન કોના હાથમાં આવે છે. તે આવનારો સમય જ નકિક કરશે.