વડોદરા : ચૂંટણી પંચના નિર્ણયના પગલે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મુશ્કેલીમાં મુકાવુ પડયુ છે. વોર્ડ ૧૪ની પેનલના ચારેચાર ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો હતો. ત્યારે આ પેનલના ઉમેદવારો રિયાઝ શેખ-ક્રમાંક ૯, જયેન્દ્રસિંહ રાઠોડ-ક્રમાંક-૩, જ્યોતિ રાવડે,ક્રમાંક-૪ અને અમિતાબેન પટેલ ક્રમાંક-૨ દ્વારા પોતાના ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવેલા ક્રમાંકને આધાર બનાવીને એ ક્રમાંકના ઉમેદવારને મતદાન કરવાને માટે મતદારોને જણાવવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણી પંચે આપેલા ક્રમાંકના સાહિત્યનું પણ પોતાના ઈલેક્શન વોર્ડ -૧૪ના વિસ્તારમાં વિતરણ કર્યું હતું. આમ બે દિવસ સુધી સતત પ્રચાર કર્યા પછીથી અને અંદાજે ૧૪થી૧૫ હજાર જેટલા મતદારોના વિસ્તારનું પ્રચાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આપના વોર્ડ-૧૪ના મહિલા ઉમેદવાર જ્યોતિબેન પ્રકાશચંદ્ર રાવડેનો ક્રમાંક એકાએક બદલવામાં આવ્યો હતો. તેઓને અગાઉ જે ક્રમાંક નંબર ચાર આપવામાં આવ્યો હતો.એ બદલીને સાત કરી દેવાયો હતો. આને કારણે આપના ઉમેદવારોની પેનલે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓને માટે જે જે સાહિત્ય વીતરાંને માટે છપાવ્યું હતું.એ તમામ સાહિત્ય પસ્તીમાં નાખવાનો વારો આવ્યો હતો.તેમજ નવું સાહિત્ય છપામણીનો ખર્ચો માથે આવીને ઉભો રહ્યો હતો.આને કારણે પ્રત્યેક ઉમેદવારને એક-એક લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું ઈલેક્શન વોર્ડ-૧૪ના આપના ટેકેદારોમાં ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત સાહિત્યમાં એક ઉમેદવારનો ક્રમાંક બદલીને નવું સાહિત્ય છપાવવા પાછળ પણ બે દિવસનો સમય બગડતા પ્રચાર કાર્યને અણીના સમયે ધક્કો લાગ્યો હતો. લબત્ત આ ઉમેદવારોએ અન્ય કાર્યક્રમોનું આયોજન કરીને એને સરભર કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમ છતાં પ્રચારને માટે બે દિવસ વ્યર્થ ગયાની નારાજગી આપના ઉમેદવારોમાં સ્પષ્ટ જણાઈ આવતી હતી. જેને લઈને ચૂંટણીની કામગીરી સાંભળનાર સામે ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરાઈ રહયાની ચર્ચા છે. જેમાં શાસકોના ઈશારે અને સેટિંગને લઈને ક્રમાંક બદલાયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હોવાનું આપના કાર્યકરોમાં ચર્ચાય છે.