વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકોની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા પખવાડિયાના પ્રચારના સમયમાં આક્રમક પ્રચાર અને પ્રસાર કરવાને માટે ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા એક ડગલું આગળ ચાલીને માર્ગદર્શન આપીને રવિવારથી જ ફેરની શરુ કરી દેવામાં આવી હતી. જયારે કોંગ્રેસ દ્વારા રવિવારે સાંજે પાલિકાની ચૂંટણીમાં જેઓને ટિકિટ આપવામાં આવી છે. એ તમામ કાઉન્સીલરોની મિટિંગ કરીને શહેરના પક્ષ પ્રમુખ પ્રશાંત પટેલ અને અન્ય અગ્રણીઓ તથા પક્ષના સિનિયર કાઉન્સિલરો અને નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સોમવારે ફોર્મ મંજુર થયા પછીથી પક્ષના તમામ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર અને પ્રસારના કાર્યમાં આક્રમક ધોરણે લાગી જવાને માટે જણાવ્યાનું પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.

આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે

વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને માટે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી હતી. જે શનિવારે પૂર્ણ થયા બાદ આજે રવિવાર હોઈ આવતીકાલે સોમવારે સાતમી ફેબ્રુઆરીના રોજ પાંચ સ્થળોએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જેમાં પ્રમુખ રાજકીય પક્ષોના કાયદા નિષ્ણાતો ઉપસ્થિત રહીને કોઈ ક્ષતિ હોય તો એનું સમાધાન કરાવવાનો પ્રયાસ કરશે. તેમજ જે તે ત્રુટિનો ખુલાસો કરશે. જેથી ફોર્મ રદ્દ થાય નહિ. આ ઉપરાંત કેટલાક ઉમેદવારો પણ એના પર બાજ નજર રાખશે.

ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ ઃ બળવાખોરોનો સંપર્ક કરાયો

ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૃ કરવામાં આવ્યું છે. ભાજપમાંથી બળવાખોરી કરીને અપક્ષ ફોર્મ ભરનારા ઉમેદવારોને આજે શહેર ભાજપના નેતાઓએ સંપર્ક સાધ્યો હતો. જેમાં દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ, ભાવનાબેન ચૌહાણ અને રાજુ ઠક્કરનો રૃબરૃ સંપર્ક સાધવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ સહિત નેતાઓએ આ બળવાખોરી કરનારાઓને પક્ષની નેતાગિરીએ લીધેલા ર્નિણયથી માહિતગાર કર્યા હતા. જાેકે આ નેતાઓને કેટલી સફળતા મળશે તે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે જ ચિત્ર સ્પષ્ટ થશે.