લોકસત્તા ડેસ્ક

એક તરફ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે હવે લોકો ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક ઉપાય કરે છે. આ વચ્ચે તેઓ અનેક સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવે છે. તો આજે અમે તમારા માટે કેપ્સિકમનું રાયતું કેવી રીતે બનાવાય તેની રેસિપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં તેલ ઉમેરીને ગરમ કરી લો.

તેમા રાઇ ઉમેરો હવે તતડે એટલે તેમા બારીક સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને કરી પત્તા ઉમેરીને 5 મિનિટ માટે રહેવા દો.

5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો અને તેમા ડુંગળી,

કેપ્સિકમમાં લાલ મરચું પાવડર, શેકેલુ જીરા પાવડર અને મીઠું મિક્સ કરી લો.

હવે એક બાઉલમાં દહીંને બરાબર ફેટી લો.

તૈયાર મિશ્રણને હવે દહીંમાં ઉમેરીને મિક્સ કરી લો.

હવે તેમા કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો.

તૈયાર છે કેપ્સિકમ રાયતા…