દુબઇ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આજે 32 વર્ષના થઇ ગયો છે. અત્યારે તે IPL માટે UAEમાં હાજર છે, જ્યાં તેની બર્થડે સેલિબ્રેટ કરવામાં આવી હતી. કોહલીની પત્ની અનુષ્કા પણ અહીં હાજર હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB)ના કેપ્ટન કોહલીને સાથી ખેલાડીઓએ કેકથી રંગી નાખ્યો હતો.

પોઈન્ટ્સ ટેબલમાં નંબર 4 પર રહેતા RCBની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઇ ગઈ છે. તેઓ એલિમિનેટર મુકાબલામાં શુક્રવારે નંબર-3 ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બેંગલોર અહીંથી સતત ત્રણ મેચ જીતે તો પહેલીવાર ચેમ્પિયન બનશે.

કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. તેના પિતા પ્રેમ કોહલી ક્રિમિનલ લોયર હતા. 2006માં બ્રેઈન સ્ટ્રોકને કારણે તેમનું નિધન થયું હતું. કોહલી માતા સરોજની ઘણો નજીક છે. તેણે 11 ડિસેમ્બર 2017ના રોજ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે ઇટાલીમાં લગ્ન કર્યા હતા. તે જલ્દી પિતા બનવાનો છે.