મુંબઇ 

અમિતાભ બચ્ચન અને KBCનાં મેકર્સ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ખરેખરમાં KBCનાં એક એપિસોડમાં આંબેડકર અને મનુસ્મૃતિ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો જે અંગે બિગ બી અને KCBનાં મેકર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 

એક એપિસોડ દરમિયાન સામાજિક કાર્યકર્તા બેજવાડા વિલ્સ અને એક્ટર અનૂપ સોની હોટસીટ પર હતાં ત્યારે બિગ બીએ 6.40 લાખ રૂપિયા માટે પ્રશ્ન કર્યો હતો કે, '25 ડિસેમ્બર, 1927નાં ડોક્ટર આંબેડકર અને તેમનાં સમર્થકોએ કયા ધાર્મિક પુસ્તકની કોપીઓ બાળી હતી. આ પ્રશ્નનાં ઓપ્શન હતાં A વિષ્ણુ પુરાણ, B ભાગવદ્દીતા, C ઋગવેદ D મનુસ્મૃતિ.' 

આ સવાલનો જવાબ હતો મનુસ્મૃતિ. જે બાદ બિગ બીએ દર્શકોને આ સંપૂર્ણ ઘટનાનું વિવરણ કર્યું હતું. પણ હવે સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થઇ રહ્યો છે. યૂઝર્સનાં વિરોધ મુજબ, હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે કારણ કે, આ સવાલનાં ઓપ્શનમાં તમામ ઓપ્શન હિન્દૂ ધર્મની બૂકનાં આપવામાં આવ્યાં હતાં.