હાલોલ : હાલોલ શહેર ના બાયપાસ રોડ પર ગાયત્રીનગરમાં રહેતા પશુપાલક દ્વારા પોતાના વાડામાં ચોમાસાનું પણી ભરાતા ને કાદવ થતાં પોતાના પશુઓને વિક્રાંત ઓટો કંપની ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રામીના સમયે બેસાડી રાખવામાં આવતા હતા, ત્યારે દસેક દિવસ પૂર્વે ત્યાંથી તેના ઢોરની ચોરી થતી હોવાની તેમને શંકા ગયેલ હતી,  

શનિવારની મોડી રાત્રીએ તપાસ કરવા નિકળેળ હતા ત્યારે જે જગ્યા પર તેઓ પોતાના પશુઓને બેસાડતા હતા તે જગ્યા પર તેમના કાકા ને અન્ય બે ત્રણ જણા એક ઈસમને પકડી રાખી ઉભા હતા, જેથી તેમને પુછતા ગોધરાથી એક એક્ટીવા સ્કુટર ને ફોરવિલ ગાડી લઈ ચાર ઈસમો તેમના પશુઓને ચોરી જઈ કતલખાને વેચવાના ઈરાદાથી આવ્યા હતા. આમાંથી એક ઈસમ ઝડપાઈ ગયો હતો જ્યારે ત્રણ જણા ગાડી લઈ નાસી ગયેલ હતા. જેથી પશુપાલક દ્વારા ઝડપાઈ ગયેલ ચોરને હાલોલ પોલીસ સ્ટેશને લઈ જઈ તેની અને નાસી ગયેલ અન્ય ત્રણ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસ દ્વારા ફરીયાદ નોંધી નાસી ગયેલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

ઉધ્યોગનગર હોટલ ગ્રેટની પાછળ રહેતા બીજલભાઈ ઉર્ફે વિજય અમીરભાઈ ભુવા(ભરવાડ) ધંધો પશુપાલન નાઓ પાસે ૩૦ ગાય-વાછરડાં હોઈ, હાલ ચોમાસામાં પોતાના વાડામાં પાણી ભરાતાને કાદવ કિચ્ચડ થતાં વિક્રાંત ઓટો કંપની ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પોતાના પશુઓને રાત્રી દરમિયાન બેસાડી રાખતા હતા. જ્યારે દસેક દિવસ પહેલા પોતાના પશુઓની ચોરી થતી હોવાની શંકા જતાં ગત શનિવારની રાત્રીના આશરે એક વાગે તેઓ પોતાની ઘેરથી પશુઓ બેસાડેલ હતા તે જગ્યા એ ગયા હતા ત્યારે આ બાબતની જાણ થઇ હતી.