દિલ્હી-

કોરોના વાયરસ હવામાં ૧૦ મીટર સુધી ફેલાઇ શકે છે. સરકારે કોવિડ-૧૯ વિરુદ્ધ એક નવી 'ઇઝી ટૂ ફોલો' એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં આ વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ વ્યક્તિની ઉધરસ અને છીંક ૧૦ મીટર દૂર સુધી પહોંચી શકે છે. એડવાઇઝરી પ્રમાણે, કોઇ પણ સંક્રમિત વ્યક્તિની ઇધરસ અને છીંક વાયરસ ફેલાવવાનો સૌથી મુખ્ય કારણ છે.

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવનના કાર્યાલય તરફથી જાહેર કરાયેલી આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે ફેસ માસ્ક પહેરવું, સોશિયલ ડેસ્ટન્સિંગ, સફાઇ અને જરૂરી વેન્ટિલેશન પ્રભાવી છે. ભારતમાં મહામારીના કેસો વધી રહ્યાં છે. આવામાં અમે ફરી યાદ કરવું પડશે કે SARS-CoV-2ના સંક્રમણને રોકવા માટે સરળ રીતો આને આછું કરવામાં મદદ કરી શકે છે. એડવાઇઝરીમાં સપાટી પર સંક્રમણ પર ફરી ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, એક સંક્રમિત દર્દીના નાક અને મોંઢામાંથી નીકળેલા ડ્રોપલેટ્સ આસપાસની સપાટી પર પડે છે. સપાટી પર વાયરસ વધુ લાંબા સમય સુધી રહી શકે છે. આવામાં વધુ સંપર્કમાં આવતી જગ્યાઓ જેમ કે, દરવાજાના હેન્ડલ, સ્વિચબોર્ડ, ટેબલ-ખુરશી અને ફ્લોરને ડિસઇન્ફેક્ટ કરતાં રહેવું જોઇએ.