દિલ્હી-

દેશના ગૃહમંત્રી અમીત શાહ કોરોના સંક્રમીત થતા સરકારની ચિંતા વધી ગઈ છે. મોદી સરકારના સૌથી વ્યસ્ત ગણાતા શાહે હાલમાં જ જે રીતે દિલ્હીમાં વાયરસનું સંક્રમણ સાવ નીચા સ્તરે લાવવામાં અને ત્રણ આંકડામાં પોઝીટીવ કેસ આવે તે નિશ્ચિત કર્યુ તે કામગીરી હટકે હતી અને પાટનગરમાં વિદેશી દૂતાવાસમાં કોરોનાની ચિંતા હતી તે દૂર કરવામાં અમીત શાહને સફળતા મળી હતી પણ છેલ્લા કેટલાક દિવસથી તમો અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન તથા 15 ઓગષ્ટની ઉજવણીની સુરક્ષાની ચિંતામાં વ્યસ્ત હતા.

ઉપરાંત તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસે યોજાયેલી કેબીનેટ બેઠકમાં હાજરી આપી હતી. જો કે વડાપ્રધાન તેમની દરેક બેઠકમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવે છે. અને મંત્રીઓ અને અધિકારીઓ એકબીજાથી 6 ફૂટ દૂર રહે છે છતાં પણ અમીત શાહે તેમની સાથે સંપર્કમાં આવેલા તમામને કવોરન્ટાઈન થવાની સલાહ આપી છે. 

જો કે તા.5ના રોજ વડાપ્રધાન અયોધ્યામાં ભૂમિપૂજન માટે જશે. જો કે અમીત શાહ હવે હોસ્પીટલમાં સારવાર હેઠળ છે અને તેથી તેઓ ઓછામાં ઓછા 10 દિવસ કોઈ કાર્યક્રમ કે આયોજનમાં હાજર રહેશે નહી તે ચોકકસ છે. વડાપ્રધાન નિવાસમાં જયાં કેબીનેટ બેઠક યોજાય છે તે 7 લોકકલ્યાણ માર્ગનો પૃથ્વી હોલ પુરી રીતે સતત સેનેટાઈઝ થતો રહે છે. વડાપ્રધાન આવાસમાં મુલાકાતીઓની કારને આવાસથી દૂરના પાર્કીંગમાં જ રાખવામાં આવે છે અને મહાનુભાવોને મુલાકાત સ્થળ સુધી પહોંચાડવા અન્ય સેનીટાઈઝ વાહનોનો ઉપયોગ થાય છે. 

કેબીનેટ કે તેવી મીટીંગ સમયે દરેકનું ટેમ્પરેચર અપાય છે અને આરોગ્ય સેતુ દરેક માટે ફરજીયાત છે જેમાં દરેક સીનીયર મંત્રી પણ સામેલ છે. વડાપ્રધાન મોટાભાગની બેઠકો વિડીયો કોન્ફરન્સથી લે છે છતાં પણ કેબીનેટ બેઠક ફિઝીકલી જ લેવાય છે. શાહની સાથે સતત કામ કરનાર ગૃહ સચિવ તથા ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડી પણ કવોરન્ટાઈન થયા. 

બીજી તરફ ઉતરપ્રદેશ એક મહિલા કેબીનેટ મંત્રીનું કોરોનાથી નિવૃત થતા યોગી સરકારના કેટલાક મંત્રીઓ પોઝીટીવ થતા હવે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથની ચિંતા પણ વધી ગઈ છે. તેઓ હવે અયોધ્યામાં જ બે દિવસ મુકામ કરનાર છે તો હવે કોઈ મુખ્યમંત્રીઓને આમંત્રણ નહી અપાય અને મોટાભાગના સીનીયર મંત્રીઓ પણ દૂર જ રહેશે.