અમદાવાદ-

ગુજરાત રાજ્યની અમદાવાદની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં સીબીઆઇના એસીબી વિભાગે દરોડા પાડ્‌તા રાજકારણ સહિત ઓફિસર્સ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે. આ દરોડામાં ઇડીના બે અધિકારીઓ લાંચ રુશ્વત લેતા ઝડપાયા છે. બીજી તરફ ઇડી ડિપાર્ટમેન્ટ અલગ અલગ મામલે દરોડા પાડતી હોય છે, ત્યારે હવે ઇડી ડિપાર્ટમેન્ટમાં જ દરોડા પડતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ ઇડી ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી ડાયરેકટર અને આસીટન્ટ ડાયરેકટર લાંચ લેતા ઝડપાયા છે. અધિકારીઓને મિઠાઈની મલાઈ ભારે પડી ગઈ. હદ તો એ વાતની થઈ કે આ બન્ને અધિકારીઓએ ૭૦ લાખથી વધુની લાંચ માગી હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઇને બાતમી મળી હતી કે ઇડીના બે ટોચના અધિકારીઓ ધંધાદારી એટલે કે વેપારી પાસેથી લાંચ લઈ રહ્યા છે, બાતમીના આધારે દરોડા પાડતા અધિકારીઓ ઝડપાતા ઇડી સહિતના ડિપાર્ટમેન્ટમાં ચકચાર મચી ગઈ છે. હાલ એસીબીની ટીમ સમગ્ર કાર્યવાહી કરી છે.