કોલકત્તા-

છેલ્લા કેટલાક સમયથી કોલસા કૌભાંડની સીબીઆઇ દ્વારા તપાસ થઇ રહી હતી, જેમાં આજે કોલકત્તામાં પાંચ જગ્યાએ એક સાથે સીબીઆઇના દરોડા પડ્યાં છે. આ કૌભાંડના સૂત્રધાર અનુપ માઝીના નજીકના લોકોને ત્યા સીબીઆઇએ રેડ કરી છે, અમિત અગ્રાવલ પર સીબીઆઇએ સકંજો કસ્યો છે. સૂત્રધાર અનુપ માઝીના બેંક એકાઉન્ટમાંથી જે લોકોના એકાઉન્ટમાં રૂપિયાની લેવડ દેવડ થઇ હતી તે એકાઉન્ટને આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે.

સીબીઆઇની જુદી જુદી ટીમો હાલમાં દુર્ગાપુર, આસનસોલ સહિતના સ્થળોએ તપાસ કરી રહી છે પુરાવા એકત્ર કરી રહી છે. કોલસાની તસ્કરીના કરોડો રૂપિયાના આ કૌભાંડમાં અમિત અગ્રવાલની ઓફિસોમાં તપાસ ચાલી રહી છે અગ્રવાલ અને અનુપ માઝી વચ્ચેના સંબંધો સામે આવ્યાં પછી તેમની વચ્ચે કરોડો રૂપિયાની લેવડ દેવડ થઇ હોવાનું સીબીઆઇને જાણવા મળ્યું હતુ. બહુ ચર્ચિત કોલસા કૌભાંડમાં હજુ અનેક આરોપીઓના નામ ચર્ચાઇ રહ્યાં છે. આ કૌભાંડમાં રાજકીય કનેક્શન સામે આવે તેવી પણ શક્યતા છે.