અમદાવાદ-

સંક્રમણથી બચવા માટે બોર્ડે આ વખતે 10મા અને 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સીબીએસઈ દ્વારા ડિજીટલ એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે સીબીએસઈ માન્યતા પ્રાપ્ત સ્કૂલોના લોગ ઈન પર સીધા પ્રવેશ પત્ર મોકલી આપ્યા બાદ સ્કૂલ દ્વારા તેને વિદ્યાર્થીઓને ડિજીટલ એડમિટ કાર્ડ મોકલી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્કૂલની વેબસાઈટ પરથી સીધા તેને ડાઉનલોડ કરી શકશે. આ વખતે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ પર આચાર્યની સહી કરાવા માટે શાળાએ આવવાની જરૂર નથી. પ્રવેશ પત્ર પર પ્રિંસિપાલના ડિજીટલ હસ્તાક્ષર હશે. સ્કૂલ દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા પ્રવેશ પત્ર મળી જશે. 

અહીં ઉલ્લેખનીય છે કે, સીબીએસઈએ દશમાં અને બારમાં ધોરણની બોર્ડ પરીક્ષા માટે પ્રવેશ પત્ર આપવામાં ફેરબદલ કરી છે. આ વખતે ડિજીટલ એડમિટ કાર્ડ એ પણ આચાર્યની સહી સાથેના મળશે. ત્યાર બાદ તેના પર વિદ્યાર્થી અને વાલીઓએ સહી કરવાની રહેશે. સીબીએસઈ બોર્ડના જણાવ્યા અનુસાર એડમિટ કાર્ડ પર વાલીઓની સહી હોવી જરૂરી છે. બોર્ડના જણાવ્યા અનુસાર આ વખતે વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર પર કોરોના સંક્રમણથી બચવા માટે જાણકારી આપવામાં આવશે. એટલે કે, પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કોરોનાથી બચવા માટે શું શું સાવધાની રાખવી, તેની જાણકારી એડમિટ કાર્ડ પર જ આપેલી હશે. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટિંગ કરવાનો સમય, પરીક્ષા હોલમાં એન્ટ્રેંસનો સમય, પેપર મળતા સમય, સાથે જ માસ્ક, હૈંડ સેનેટાઈઝર જેવી જાણકારી આપવામાં આવશે.