છોટાઉદેપુર

નસવાડી તાલુકાના ખેડુતો દ્વારા સી.સી.આઈ દ્વારા કપાસ ખરીદવાની માંગ ઉઠી હતી જેના પગલે નસવાડી રેવા જીનિગમાં સી.સી.આઈ દ્વારા ૫૭૭૫ પ્રતિ કવીંટલના ભાવે ખેડૂતોનો કપાસ ખરીદવાની શરૂઆત કરી જ્યારે પ્રથમ દિવસે ૫૦ વાહનોમાં કપાસ ભરીને આવ્યા જેમાં ૨૦૦૦ કવીંટલ કપાસની ખરીદી સી.સી.આઈ. એ કરી હતી.કપાસ ના રૂપિયા ખેડૂતોના ખાતમાં જમા કરવા માટે પુરાવા તરીકે બેક પાસ બુક, ખેડૂતના આધાર કાર્ડ, ૭/૧૨ અને ૮ અ તેમજ પાકના વાવેતરનો તલાટીનો દાખલો ,ખેડૂતોએ વેચેલા કપાસના નાણાં ૪ થી ૫ દિવસમાં સી.સી.આઈ દ્વારા એન.ઇ.એફ.ટી. પદ્ધતિથી જમા કરવામાં આવશે. કપાસની ગુણવત્તા નક્કી કરવા માટે ભેજનું પ્રમાણ ૮ થી ૧૨ ટકા મુકવામાં આવ્યો છે. ૮ ટકા માં જે કપાસ આવતો હોય તેને ૫૭૭૫ રૂપિયાનો ભાવ મળશે .