વડોદરા, તા.૧૬  

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે દેશના ૭૪મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે વડોદરા શહેરના રેલ્વે પોલીસ પરેડ મેદાન ખાતે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો અને આદર સન્માન સાથે સલામી આપી હતી. ઉપરોત શહેરની વિવિધ સંસ્થાઓમાં પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવાયો ઃ વિવિધ કાર્યેક્રમો યોજાયા હતા. રેલવે પરેડ મેદાન પર યોગેશ પટેલે કહર્યું હતું કે આઝાદી જંગના શહીદોને વંદન અને નમન કરવાની સાથે શહેર અને જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા દિવસના અભિનંદન પાઠવ્યા હતા તથા તમામ ક્ષેત્રોમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે આરોગ્ય વિભાગના આમંત્રિત કોરોના વોરિયર્સનું બહુમાન કર્યુ હતું. અને ભારત સરકારના ઉપક્રમે દેશના ૨૭૨ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવેલા વ્યસનમુક્ત યુવા પેઢી અને સમાજ ઘડતર માટેના અભિયાનનો વડોદરામાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે વડોદરા જિલ્લાને વિકાસમાં અગ્રેસર રાખવામાં માટે ટીમ વડોદરાને અભિનંદન આપ્યા હતા. કોરોનાના પડકાર સામે પ્રતિકારની દેશની કામગીરી વિશ્વમાં વખણાઈ છે, કોરોનાથી ઉભા થયેલા આર્થિક પડકારોને સમાવવાની કામગીરી અવિરત કરી રહ્યું છે. ભારત સરકારે જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આર્ત્મનિભર પેકેજના અમલની સાથે ગુજરાતે પોતાની રીતે બે આત્મ ર્નિભર પેકેજ અમલમાં મૂક્યા છે. ગુજરાતે ભૂતકાળમાં આફતોનો સફળ સામનો કર્યો છે

વ્રજધામ મંદિર ઃ વડોદરા. શહેરના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ૪૧મા સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી કરાઈ હતી. વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા ઃ વડોદરા મહાનગરપાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠ ધ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સન્માન સલામી આપવામાં આવી.

જી.એસ.એફ.સી. ઃ ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જી.એસ.એફ.સી.) દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ અગ્રવાલ અને અન્ય સિનિયર અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.