વડોદરા, તા. ૨૫

ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિન નિમિત્તે ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. બે વર્ષ કોરોનાનો કહેર રહેતા સાદગી પૂર્ણ રીતે ઉજવણીન કરવામાં આવી હતી. પરતુ ફરીથી કોરોનાના નવા વેરીયન્ટની એન્ટ્રી થતા તમામ ચર્ચોમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવાની સાથે તમામ લોકો માટે માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સિવાય ઉંમરલાયક વ્યક્તિઓ માટે ઓનલાઈન પ્રાર્થનાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સિવાય તમામ ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવતા યુવાવર્ગ માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ભેગા થઈને હર્ષોલ્લાસ સાથે નાતાલની ઉજવણી કરી હતી.

ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવે છે પરતું છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે નાતાલના તહેવારની ઉજવણી ન કરવા મળતા આ વર્ષે ખ્રિસ્તી સમુદાયો દ્વારા નાતાલની ઉજવણી ધામધુમથી કરવામાં આવી રહી છે પરતું કોરોનાના નવા વેરીયન્ટની એન્ટ્રી થતા જ તમામ ચર્ચમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તે સિવાય તમામ લોકો માટે માસ્કની વ્યવસ્થા અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું. તે સિવાય બિમાર અને વૃધ્ધો માટે ઓનલાઈન પ્રાર્થનાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શહેરની વિવિધ દેવળો (ચર્ચો)ની ઈમારતો પણ રોશનીથી શણગારવામાં આવી છે. ક્રિસમસ પરેડ પણ યોજવામાં આવી હતી. જેમાં લોકો થીમ પ્રમાણે લાલ અને સફેદ વસ્ત્રો ધારણ કરીને પરેડમાં જાેડાયા હતા. નાતાલ નિમિત્તે સવારથી જ ખ્રિસ્તી પરીવારો દ્વારા દેવળો (ચર્ચો)માં સમુહ પ્રાર્થના માટે બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.જ્યાં ભગવાન ઈસુ ખ્રિસ્તના આશીર્વાદ લીધા હતા. ભગવાન ઈસુના જન્મદિન નિમિત્તે સૌ સ્નેહીજનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને અભિવાદન આપ્યા હતા. સાંજે સૌ પરીવારજનો અને સ્નેહીજનો સાથે મિઠાઈઓ , વિવિધ પ્રકારની કેક અને વિવિધ પકવાનો બનાવીને ઉજવણી કરી હતી. દરેક ખ્રિસ્તી પરીવારો દ્વારા તેમના ઘરે ક્રિસમસ ટ્રી મુકવામાં આવે છે. તે સિવાય બાળકો દ્વારા ઘરના મુખ્ય દ્વાર પર મોજું લટકાવી તેમાં તેમની ઈચ્છાની ચીઠ્ઠી મુકવામાં આવે છે તે મુજબ સાંતાકલોઝ તેમને ભેટ આપે છે. શહેરના વિવિધ મોલોમાં તેમજ ચર્ચની બહાર પણ સાંતાક્લોઝ બાળકોને ભેટ આપીને નાતાલના તહેવારની શુભકામનાઓ આપતા જાેવા મળ્યા હતા.