ડભોઇ : ડભોઇના શીરોમણી સમાન ભક્ત કવિ દયારામનો જન્મ ભાદરવા સુદ- ૧૨ ના ચાંદોદ ખાતે થયો હતો. આજ રોજ દયારામ કેળવણી મંડળ સંચાલીત શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર ના ઉપક્રમે ભક્ત કવિ ની પ્રતિમા ને ફૂલમાળા અર્પણ કરી ૨૪૩મી દયારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઇ ના ચાંદોદ ખાતે જન્મ લેનાર અને ક્રુષ્ણ ભકતીમાં લીન એવા ભક્ત કવિ દયારામ નો જન્મ ભાદરવા સુદ ૧૨ ના દિવસે થયો હતો. ડભોઇ નગર માં રહી તેમણે જુદી જુદી ભાષાઓમાં ગરબીઓ, છંદ, સહિત કવિતાઓ લખી વિશ્વ માં ડભોઇ નગર નું ગૌરવ વધાર્યું હતું. ભક્ત કવિ દયારામ ની યાદ માં આજે ડભોઇમાં માર્ગ અને તેમની પ્રતિમાઓ સાથે પુસ્તકાલય મૌજૂદ છે. ત્યારે આવા નગર નું ગૌરવ વધારનાર ભક્ત કવિના જન્મ દિન ની ડભોઇ ખાતે ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલા કોરોના મહામારી ને પગલે સાદાઈ થી આ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દયારામ કેળવણી મંડળ સંચાલીત દયારામ શાળા પરિવાર ના આચાર્ય અંકુર ભાઈ પટેલ,વગેરે દ્વારા સરકારી દવાખાના વિસ્તાર માં આવેલ દયારામજી ની પ્રતીમાંને ફૂલમાળા અર્પણ કરી આ દિન ની ઉજવણી કરી હતી. જ્યારે સંગીત શાળા કન્યા શાળા ખાતે સિનિયર સિટીઝન્સ પરીવાર દ્વારા પણ નાનો કાર્યક્રમ રાખી તેમાના છંદ અને દુહા અને ગરબીઓ રજૂ કરાઇ હતી.