છોટાઉદેપુર, નસવાડી, ભરૂચ,તા.૩ 

છોટાઉદેપુરમાં રક્ષાબંધન પર્વે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી ભાઈઓના ઓવારણાં લીધા ઃ પુરાતન કાળ થી સમગ્ર દેશમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. દેશ પરદેશ થી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી પોતાના ભાઈની લાંબી ઉંમર માટે પાર્થના કરે છે અને આ દિવસે ભાઈ પોતાની બહેનોને તેમની રક્ષા કરવાનું વચન આપે છે. ચાલુ સાલે પણ આજના દિવસે બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ચાલુ સાલે કોરોના ની મહામારી ને કારણે ઉત્સાહમાં થોડોક ઘટાડો જોવા મળ્યો હતો. ઘણી બધી બહેનો પોતાના ભાઈઓ સુધી નથી પહોંચી શકી પરંતુ પોસ્ટ અને કુરિયર દ્વારા રાખડી મોકલી અને સોશિયલ મીડિયા ઉપર આશીર્વાદ આપ્યા હતા. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં આ મહામારી ઓછી હોઈ બહેનોએ જાતે જ ભાઈના હાથ માં રાખડી બાંધી ઓવારણાં લીધા હતા. જો કે આજે સવાર થી જ રાખડી અને મીઠાઈની દુકાને ભીડ જોવા મળી રહી હતી. કોરોના કાળમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક કરી હતી.

નસવાડીમાં રક્ષાબંધનની ઉજવણી ઃ હાલ ના માં જ્યારે સમગ્ર દુનિયા સહિત ભારત દેશ માં કોરોના નો કપરો કાળ ચાલી રહ્યો છે તેવામાં આપણા ભારત દેશ માં હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે હિન્દુ ધર્મ માં શ્રવણ માસ ખૂબ જ પવિત્ર મહિનો ગણવા માં આવે છે શ્રાવણ માસ માં હિન્દૂ ધર્મ ના ઘણા બધા તહેવારો આવતા હોય છ.ે આ તહેવારો માં મુખ્ય તહેવાર અને ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો પર્વ એટલે કે રક્ષાબંધન આ તહેવાર માં ભાઈ ની રક્ષા માટે બહેન પોતાના ભાઈ ના હાથ પર રક્ષા બાંધે છે જ્યારે હાલ નો સમય એટલો વિપરીત છે કે દરેક બહેન પોતાના ના ભાઈ ને આ કોરોના કાળ સામે ભગવાન સુરક્ષિત રાખે અને પોતાના ભાઈ નું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રાખે તેવી જ પ્રાર્થના કરતી હશે આજ રોજ શ્રાવણ સુદ પૂનમ એટલે કે નારીયેળી પૂનમ આજ રોજ ભૂદેવો પોતાની યજ્ઞોપવિત બદલી નવી યજ્ઞોપવિત ધારણ કરે છે શ્રાવણ સુદી પૂનમ બ્રહ્મણો માટે ખૂબ જ મોટો તહેવાર ગણવામાં આવે છે પરંતુ કોરોના કાળ ચાલતો હોવા ને કારણે ભૂદેવો એ પણ પોતાના ઘરે જ જનોઈ બદલવી પડી હતી.

સ્વામિ મુકતાનંદજીએ કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર કરનાર કાર્યકરોને રાખડી બાંધી ઃ ભરૂચમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કારનું ઉમદા કાર્ય કરી રહેલાં સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી તથા અન્ય સ્વયંસેવકોને સ્વામી મુકતાનંદજીએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે બનાવવામાં આવેલાં ખાસ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. કોરોના વાયરસના કારણે મૃતકના સ્વજનો પણ મૃતદેહની આસપાસ ફરકતાં નથી તેવા સંજોગોમાં સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી અને અન્ય સ્વયંસેવકો જીવના જોખમે આવા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહયાં છે. આભાર - નિહારીકા રવિયા