ડભોઇ

કોરોના મહામારી ને પગલે સરકાર ની ગાઈડ લાઇન અનુસાર દરેક મુસ્લિમ બિરાદરે પોતાના ઘરે અને મસ્જીદ માં ઓછી ભીડ સાથે નમાઝ અદા કરી ઈદ ની ઉજવણી કરી હતી. ડભોઇ શહેર અને તાલુકામાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. જેને લઇને ઈદની નમાઝ સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે સાદગીથી ઉજવવામાં આવી હતી. માનવ સમાજની ભૂખ તરસની એક સમાન અનુભૂતિ દેહ અને આત્માની શુદ્ધિ પૂર્ણ સંનિષ્ઠ ઈબાદત આખા પવિત્ર રમઝાન માસ દરમિયાન કરીને તથા સદાચાર સત્ય કાર્યો સંપન્ન કરીને પુરસ્કાર સ્વરૂપે મુસ્લિમ બિરાદરો આનંદ પર્વ ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદ ના પવિત્ર પર્વ ડભોઇ શહેર-જિલ્લાના લાખો મુસ્લિમ બિરાદરો ઇદની નમાઝ અદા કરવામા આવી હતી. સાથે દેશભરમાં સુખચેન શાંતિ અને ભાઈચારો કાયમ બની રહે તેમજ હાલ ચાલતા દેશ-વિદેશમાં કોરોનાવાયરસ ની મહામારી દૂર થાય એવી અંતકરણ પૂર્વક ની ડભોઇ શહેર કસ્બા જુમ્મા મસ્જીદના પેશ ઈમામ મૌલાના અનવર અશરફી તેમજ મસ્જિદે બિલાલ પાંચ નીગર મોહલ્લા મસ્જિદ કાજીવાડા મસ્જિદ મદીના મસ્જિદ વિગેરે તમામ મસ્જિદોમાં દુઆ ગુજાર વામા આવી હતી. ડભોઇ શહેર-તાલુકાના અને જિલ્લાભરના લાખો મુસ્લિમ બિરાદરો રમજાન ઈદની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી.