વડગામ : વડગામ તાલુકાના પસવાદળમાં વિરપાનાથ મંદિરમાં વરસોથી જે  ઉજવણી કરવામાં આવતી હતી. તે આ વર્ષે કોરાના વાઈરસને પગલે બંધ રાખવામાં આવી છે. ધાર્મિક પ્રદર્શન, એકમથી આસો સુદ પુનમ અને આસો સુદ -૯ ના રોજ ભરાતો મેળો પણ બંધ રાખ્યા હોવાનું મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.ભક્તોને ઘરે બેઠા બેઠા દાદાની પ્રથના કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના પસવાદળ ગામે આવેલ આસ્થાનુ પ્રવિત્ર સ્થળ વરસો જૂનું વિરપાનાથ દાદાનુ મંદિર આવેલુ છે. દાદાના દ્વારે નવરાત્રીમાં દુર દુરથી ભાવિક ભક્તો શીશ ઝુકાવવા આવે છે. જેમાં નોરતાના પ્રારંભથી વિરપાનાથ દાદાના ધામમાં પ્રતિવર્ષ ઉજવાતું પ્રદર્શન અને આસો સુદ એકમથી આસો સુદ પુનમ સુધીની ઉજવણી કોરાના વાઈરસ જેવી મહામારી હોય અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન ટ્રસ્ટના મેનેજીંગ ટ્‌સ્ટી લક્ષ્મણભાઈ ભટોળ, મંત્રી નરેન્દ્રભાઇ ઠાકર  અન્ય ટ્‌સ્ટી ગણ દ્વારા ઉજવતા વિરપાનાથ દાદા ના મંદીરે વિવિધ પ્રસંગો બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.જેમાં પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન ટ્રસ્ટના મેનેજીંગ ટ્‌સ્ટી લક્ષ્મણભાઈ ભટોળે જણાવ્યું હતું કે વિરપાનાથ દાદાના મંદિરે એકમથી આસો સુદ પુનમ સુધી વિવિધ પ્રદર્શન અને ધાર્મિક પ્રસંગો બંધ રાખવામાં આવ્યા છે.આસો સુદ આઠમના રોજ નાનો હવન જે ગામ લોકો દ્વારા નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ અને અભિષેક કરે છે તેમના માટે  માસ્ક સેનેટાઈર અને સોસિયલ ડિસ્ટન્સ જાળવીને  નિયમોનું પાલન કરાય છે.