ગાંધીનગર-

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ વધુ વરસાદની આગાહી છે. ત્યારે વલસાડમાં મેઘો મુસિબત બન્યો હતો. વરસતા વરસાદમાં અને ગળાડૂબ પાણીમાં ગામજનો અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા હતા. હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે. જી હાં, વલસાડમાં ભારે વરસાદની વચ્ચે ગળાડૂબ પાણીમાં સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. વલસાડના પારડીના કોટલાવ ગામની આ ઘટના છે. અહીં દાદરી મોરા ફળિયામાં ગઈકાલે એક આધેડનું મૃત્યુ થયું હતુ. મૃતકના પરિજનોએ ગળાડૂબ પાણીમાં મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો.

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જિલ્લા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓ તોફાની સ્વરૂપ એ વહી રહ્યા છે. વલસાડ નજીક થી પસાર થતી ઓરંગા નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે ઓરંગા નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. આમ નદીમાં ભરપૂર પાણીની આવકને કારણે ઔરંગા નદી પર આવેલો વલસાડ નગરપાલિકા નો ડેમ ઓવરફ્લો થયો છે. મહત્વપૂર્ણ છે કે ઓરંગા નદી પર આવેલો આ વલસાડ નગરપાલિકાનો વોટર વર્ક્સ ડેમ એ વલસાડ શહેરને પાણી પૂરું પાડે છે.. અને દર વર્ષે આખું વર્ષ વલસાડ શહેરના લોકો આ ડેમ પર ર્નિભર રહે છે.

જાેકે થોડા સમય અગાઉ જ ડેમમાં પાણીનું સ્તર ઘટ્યું હતું . અને વલસાડ શહેરમાં પાણીની તંગી સર્જવાની સમસ્યા ઉભી થઇ હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે તમામ નદી-નાળાઓ ફરી જીવંત થયા છે.. અને બે કાંઠે વહી રહ્યા છે જેને કારણે ઓરંગા નદી પર આવેલો વલસાડ નગરપાલિકા નો વોટર વર્કસ ડેમમાં પાણીની ભરપૂર આવકને કારણે અત્યારે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. અને ઓરંગા ના પાણી ડેમ ઉપરથી વહી રહ્યા છે.આથી વલસાડ પીવાનાપાણીની ચિંતાથી હવે મુક્ત બન્યુ છે. આમ વલસાડ જિલ્લામાં ગઈકાલે વરસેલા ભારે વરસાદને કારણે તમામ લોકમાતાઓ અત્યારે બે કાંઠે વહી રહી છે અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.