દિલ્હી-

દિલ્હીમાં ઓક્સિજનની સપ્લાઈની સંભાળ રાખી રહેલા કેન્દ્રીય અધિકારીઓ વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટેની અવમાનના નોટિસ પર સુપ્રીમ કોર્ટે બુધવારે રોક લગાવી દિધી છે. કેન્દ્રએ હાઈકોર્ટેની નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટે એવું માન્યું કે કેન્દ્રના અધિકારીને જેલ મોકલવા કે પછી તેને અનાદરના મામલામાં ઘસડવાથી ઓક્સિજન નહીં મળે, પરંતુ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે આ સમસ્યાનો ઉકેલ શું છે?

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે મુંબઈ મોડલથી શીખીને દિલ્હીને પૂરો ઓક્સિજન આપવાનો પ્રયાસ કરવામાં આવે. સાથે જ કેન્દ્રને લગભગ ૨૦ કલાક સુધીનો સમય આપતા કહ્યું કે દિલ્હીના રોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સજન આપવાનો પ્લાન ગુરુવારે સવારે ૧૦.૩૦ સુધી જણાવે.કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેન્દ્ર અને તેમના અધિકારી આ મામલે પોતાનું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એવામાં દિલ્હી હાઈકોર્ટ તરફથી તિરસ્કારની નોટિસ આપવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓક્સિજનની ઉણપથી અનેકના જીવ ગયા છે અને આ નેશનલ ઈમરજન્સી છે, એવમાં કોઈ જ શંકાને સ્થાન નથી. દિલ્હીમાં કોવિડ દર્દીના ઈલાજ માટે ઓક્સિજન સપ્લાઈ માટે આપવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને તેમના અધિકારીઓને અનાદરની નોટિસ મોકલી હતી. કોર્ટે અધિકારીઓને કોર્ટમાં હાજ રહેવાના નિર્દેશ પણ આપ્યા હતા. કેન્દ્ર જ્યારે તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી તો જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે તમે માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડી રહ્યાં છો. મહેરબાની કરીને અમને ઓક્સિજનની માગ અને તેની સપ્લાઈ અંગે જણાવો. આ સમસ્યાના સમધાના માટે શું પગલાં ઉઠાવવામાં આવ્યા છે? મહામારી સમગ્ર દેશમાં ફેલાયેલી છે. ઓક્સિજન સપ્લાઈ નિશ્ચિત કરવાના રસ્તા તપાસવા પડશે. અમે દિલ્હીના લોકોને જવાબ નથી આપી શકતા.