મુંબઇ-

મહારાષ્ટ્ર્રના પ્રખ્યાત પર્યટન સ્થળ ગણાતા ચિખલદરામાં વિશ્ર્‌વમાં ત્રીજા અને ભારતના પહેલા સૌથી લાંબા પારદર્શક સ્કાયવોકના પ્રોજેકટને કેન્દ્ર સરકારે રેડ સિગ્નલ આપતાં સ્થાનિકો રોષે ભરાજ્યા છે. આ પ્રોજેકટનું ૫૦ ટકા કામ પૂર્ણ થયું છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા આ વિવાદની અસર આ પ્રોજેકટ પર પડે તે અયાગ્ય છે. આ પ્રોજેકટને મંજૂરી નહીં મળે તો ઊગ્ર અને મોટું આંદોનમ કરવામાં આવશે, પણ સ્કાયવોકનું કામ રોકવામાં નહીં આવે એવી ચીમકી સ્થાનિકોએ આપી હતી.

ચિખલદરા પહેલેથી જ ઠંડક માટે જાણીતા પર્યટન સ્થળોમાંનું એક છે. ચોમાસા દરમિયાન ત્યાં કુદરતી સાૈંદર્યતા સોળે કળાએ ખીલી ઊઠે છે. નવા સ્કાયવોકના નિર્માણને કારણે ત્યાંની જૈવિવિધતા અને ઇકોસિસ્ટમના અભ્યાસ સાથે પર્યટકોના ધસારાને કારણે જાેખમ વધશે કે નહીં તેનો અભ્યાસ કરવો આવશ્યક છે. તેની સાથે આ પરિસર જંગલથી ઘેરાજ્યેલો હોવાથી વન્ય પ્રાણીઓનું સંવર્ધન અને સંરક્ષણની આવશ્યકતા વધુ હોવાને કારણે આ ક્ષેત્રને પર્યટનની જર નથી. જે પરિસરમાં સ્કાયવોક બનાવવામાં આવી રહ્યો છે તે વાઘના નિવાસસ્થાનનો એક ભાગ છે, એવું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.
અમરાવતી જિલ્લામાં આવેલા ચિખલદરામાં બની રહેલો ૪૦૭ મીટર લાંબો ગોરાઘાટથી હરિકેન પોઇન્ટ સુધી . ૩૪.૩૪ કરોડ ખર્ચે બની રહેલા સ્કાય વોકનું અડધુ કામ પૂર્ણ થયું હોવાથી કાચનો બ્રિજ બનાવવા માટેની પરવાનગી માટે રાજ્ય સરકારે વન વિભાગ મારફતે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કયેર્ા હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ફરી એક વાર ટક્કર થશે. ચિખલદરામાં બની રહેલો સ્કાયવોક એ ફકત મહારાષ્ટ્ર્રનો નહીં દેશનો પહેલો કાંચથી બનેલો બ્રિજ સાબિત થશે અને વિશ્ર્‌વભરમાં તે લોકપ્રિય થતાં આપણા દેશનું માન વધશે એવી ભાવના સ્થાનિકોએ વ્યકત કરી હતી. આ પ્રોજેકટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો બાધાપ બનશે તો ચિખલદરા બધં કરીને ઊગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી સ્થાનિકોએ આપી હતી.