મુંબઇ-

મહારાષ્ટ્રના નેતાઓ રાજ્યમાં ઊભી થયેલી અવ્યવસ્થા માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવવાનો એક મોકો નથી છોડતા ત્યારે કાૅંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે પણ પણ કેન્દ્ર સરકાર પર ઠીકરું ફોડ્યું હતું. ચવ્હાણે કોરોનાને લઈને ઉપજેલી ઊથલપાથલ માટે કેન્દ્રની અસક્ષમ નેતાગીરી અને તેમના રીઢાપણાને જવાબદાર ગણાવી હતી. આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનનું નામ લીધાં વિના તેમણે ઓક્સિજનની અછત માટે તેમને સૂંર્ણપણે જવાબદાર ગણાવ્યા હતા અને તેમને પદ પરથી હટાવી દેવાની માગ કરી હતી. તેમણે ૨૦મી ઑક્ટોબરે કેન્દ્રીય આરોગ્ય ખાતાના સેક્રેટરીએ આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે મેડિકલ ઑક્સિજનના મામલે ભારતે કોઈ ચિંતા કરવા જેવું નથી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશભરમાં ૩૯૦ પ્લાન્ટ ઊભા કરવાની છે, જે ઑક્સિજન નિર્માણ કરશે, પરંતુ સરકાર દેશની ઑક્સિજનની માગને પૂરી કરવામા સદંતર નિષ્ફળ ગઈ છે અને તેને લીધે ભારે અછત સર્જાઈ છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો કોરોના પરના વિજયનો નારો લગાવી દીધો હતો, જેને જાેઈ અન્ય દેશો સ્તબ્ધ થઈ ગયા હતા.