મહેસાણા-

શહેરી વિસ્તારોના બજારોમાં મહિલાઓના ગળામાંથી ચેન તોડવાના બનાવો નોંધાતા રહે છે, પરંતુ મહેસાણામાં ગઠિયાઓએ એક નવી તરકીબનો ઉપયોગ કરીને બસમાં બેસવા જતી મહિલાના ગળામાંથી એકાએક દોરો ખેંચી લીધો હતો. 

મહેસાણા એરોડ્રામના આસ્થા વિહારમાં રહેતા આ મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે એ પ્રમાણે, બે દિવસ પહેલા તેઓ જ્યારે પોતાના પતિ સાથે અડાલજ જવા માટે પિક-અપ બસ સ્ટેન્ડથી બસમાં બેઠા હતા પરંતુ બસમાં બેઠા બાદ થોડો સમય બાદ તેમને ખબર પડી હતી કે તેમના ગળામાં સોનાનો હાર નહોતો. આ બાબતે ચોંકી ગયેલા તે અને તેમના પતિએ આજુબાજુ તપાસ કરતા તે મળ્યો નહોતો. ત્યારબાદ તેઓ મોઢેરા ઉતરી જઈ પાછા જ્યાંથી બેઠા હતા એ રાધનપુર ચોકડીના બસસ્ટેન્ડે ગયા હતા. જો કે, અહીં પણ તેમને ચેન મળ્યો નહોતો ત્યારે ખબર પડી હતી કે, તેઓ જ્યારે બસમાં ચડ્યા ત્યારે, વખતે ભીડનો લાભ લઈને ગઠિયાઓ તેમનો ચેન સિફતપૂર્વક કાપી ગયા હતા. ભીડનો લાભ લઈને ગઠિયાઓએ એટલી સિફતથી ચેન કાપી લીધો હતો કે, તેમને તેનો અણસાર પણ નહોતો આવ્યો. આ મહિલા અને તેમના પતિએ નજીકના પોલીસ સ્ટેશને જઈને આ બાબતની ફરીયાદ નોંધાવી હતી.