પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવ અને મોંઘવારીથી આમ જનતા પરેશાન થઇ રહી છે. ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવવધારા સામે આજે અમદાવાદના એલિસબ્રિજ ખાતે યુવક કોંગ્રેસ દ્વારા હલ્લાબોલના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં યુવક કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા સહિતના  આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા ઉપર સુઈ જઈને ચક્કાજામ કર્યો હતો.