જીનીવા- 

લીયોનેલ મેસ્સી, કેલિયન એમબાપ્પે અને નેમાર જેવા સ્ટાર્સથી હોવા છતાં પેરિસ સેંટ-જર્મન જીત નોંધાવી શક્યું નથી અને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ મેચમાં બેલ્જિયન ક્લબ બ્રેઝે ડ્રોમાં રાખ્યું હતું.

પીએસજી માટે મિડફિલ્ડર એન્ડર હેરારાએ ગોલ કર્યો હતો જ્યારે કેપ્ટન હંસ વેન્કેને ૨૭ મી મિનિટમાં બેલ્જિયન ક્લબ માટે ગોલ કર્યો હતો. પહેલા હાફમાં મેસ્સીનો શોટ ક્રોસબાર પર ફટકારાયો હતો અને બાદમાં તેને યલો કાર્ડ આપવામાં આવ્યું હતું. બીજી બાજુ એમબાપ્પેને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી.

પીએસજી માં જોડાવા માટે મેસ્સીએ ગયા મહિને બાર્સેલોના છોડી દીધી હતી. પ્રથમ વખત તે આ ક્લબ માટે એમબાપ્પે અને નેમાર સાથે રમી રહ્યો હતો.

અન્ય મેચોમાં સેબેસ્ટિયન હેલરના ચાર ગોલથી એજેક્સે સ્પોર્ટિંગ લિસ્બનને ૫-૧થી હરાવ્યું. જ્યારે માન્ચેસ્ટર સિટીએ લીપઝિગને ૬-૩થી હરાવ્યું હતું.

લિવરપૂલે એસી મિલાનને ૩-૨થી હરાવીને સાત સીઝન બાદ ટુર્નામેન્ટમાં પરત ફર્યા. રીઅલ મેડ્રિડે ઇન્ટર મિલાનને એક ગોલથી હરાવ્યો હતો જ્યારે એટલેટિકો મેડ્રિડે પોર્ટો સાથે ગોલ વગર ડ્રો રમી હતી. મોલ્ડોવા લીગના શેરિફ ટીરાસ્પોલે યુક્રેનના શાખ્તાર ડોનેસ્કને ૨-૦થી હરાવ્યો.