લખનઉ-

દેશભરમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ વણસેલી છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગત્યના નિર્ણયો લીધા હતા. મુખ્યમંત્રીએ કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને 12 મા ધોરણ સુધીની શાળાઓમાં 15 મે સુધી અભ્યાસ મોકૂફ રાખવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. 20 મી મે પછી માધ્યમિક શિક્ષણ પરિષદની 10 મી અને 12 મી પરીક્ષાઓ યોજવા સૂચના આપવામાં આવી છે. નવું સમયપત્રક મેના પ્રથમ અઠવાડિયામાં ધ્યાનમાં લેવામાં આવશે. યોગી સરકારે રાજ્યના 10 જિલ્લામાં રહેલા નાઇટ કર્ફ્યૂના સમયગાળામાં ફેરફાર કર્યો છે. જ્યાં દરરોજ 2000થી વધુ કેસ આવતા હતા. આ જિલ્લાઓમાં રાતે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન કડક નિયમ લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તો એવા લોકોને જ ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. જેમને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.