પાદરા, તા.૬

પાદરા ના એકલબારા ગામની સીમમાં આવેલ અરવલ્લી કાસ્ટર ડેરીવિટીસ પ્રા.લી કંપની માં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો નાસ ભાગ મચી જવા પામી હતી, આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી ધુમાડા ના ગોટા દેખાતા હતા. આગ લાગતા કંપની બહાર લોક તોળા ઉમટી પડ્યા હતા પોલીસ ધટના સ્થળે પહોચી હતી ત્યારે કલાકો ની જહેમત બાદ ૮ જેટલા ફાયર ફાઈટર ની મદદથી આગ ને કાબુમાં લેવા સફળતા મળી હતી, કયા કારનો સર આગ લાગી તેનું હજી સુધી ચોક્કસ કારણ જાણવા મળેલ નથી પરંતુ આગ કારને કંપની ને લાખો રૂપિયા નું નુકશાન પહોચ્યું હોવાનું પ્રાથમિક જાણવા મળે છે આગ ની આ ઘટનામાં કોઈ જાની હાની નહિ થઇ હોવાનું કંપની માલિકે જણાવ્યું હતું. પરંતુ કોઈ મોટી દુર્ઘટના નહી સર્જાતા હાશકારો અનુભવ્યો હતો.

પાદરા ના એકલબારા ગામની સીમમાં પાદરા – મુજપુર – બોરસદ હાઈવે રોડ પર આવેલ અરવલ્લી કાસ્ટર ડેરીવિટીસ પ્રા.લી કંપની માં સવારે ૧૦ વાગ્યા ની આસ પાસ રીએક્ટર માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, કેસ્ટર ઓઈલ દીવાલ ના ઉત્પાદનો કરતી આ ખાનગી કમ્નીમાં આજે સવારે ૧૦ વાગ્યા ના સુમારે પ્રાથમિક તબ્બકે યાંત્રિક ખામી સર્જાતા આગ ભભૂકી ઉઠી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે, જે કંપની ના એકલબારા પ્લાન્ટ માં આગ લાગી હતી તેમાં ૧૦ જેટલા કામદારો કામ કરતા હતા જે તમામ લોકો ને સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી. ઘટના સંદર્ભે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી અને બળી ને ખાખ થઇ જવા પામી હતી.

ધીમે ધીમે આગ વિકરાળ બનતા આસ પાસ ની ખાનગી કંપની ઓના ફાયર ફાઈટરો આગ બુજાવવા દોડી આવ્યા હતા, જે સાથે સ્થાનિક મહુવડ તેમજ વડોદરા ફાયર ફાઈટર પણ ફોમ તેમજ પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.