વડોદરા.તા.૨૮

શહેરના સયાજીગંજ અને અશહેરના સયાજીગંજ અને અલકાપુરી વિસ્તારને જાેડતા અલકાપુરી ગરનાળામાં આજે ભરબપોરે અચાનક આગ લાગી હતી.શરુઆતામં આગના ધુમાળા દેખાતા લોકોમાં નાસભાગ મચી હતી.એટલું જ નહી વાહનચાલકોમાં પણ અફરાતફરી મચી હતી.આ રેલ્વે ગરનાળામાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે.અને ચોવીસ કલાક આ રોડ વાહનોથી ધમધમતો હોય છે.ત્યારે આ ગરનાળામાં લાગેલી આગે અચાનક વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.અને ગરનાળાને સ્માર્ટ બનાવવાનું કામ એક એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીએ ગરનાળાની નીચે બંને બાજુ જાહેરાતના એક્રેલીકના બોર્ડ લગાવ્યા હતા.જેના કારણે આગ વધુ વકરી હતી.આ બાબતે સ્થાનિક વેપારીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.પણ ફાયર બ્રિગેડ સમયસર પહોંચે તે અગાઉ ગરનાળું વિકરાળ આગમાં લપેટાઇ ગયું હતું.અને આગની જ્વાળા દૂર દૂર સુધી પ્રસરતા વિસ્તાર ભઠ્ઠી જેવો બની ગયો હતો.આગની જાણ થતા જ ફાયર બ્રિગેડ સયાજીગંજ તરફથી આવીને આગ બુઝાવવાની શરુઆત કરી હતી.અને અલકાપુરી તરફ આગ વધુને વધુ ભડકી રહી હતી.આ આગ એટલી વિકરાળ હતી. કે આગના ગોટેગોટો શહેરના ૧૦ કીલોમીટર સુધી દેખાતા હતા.આગ ધીમે ધીમે પ્લેટફોર્મ નંબર ૧ સુધી પહોંચી ગઇ હતી.આ આગની સમયે જ ગરનાળા પરથી એક પેસેન્જર ટ્રેન પસાર થઇ રહી હતી.રેલ્વે પ્રસાશને આ ટ્રેનને ઉભી રાખવા કોઇ જ સૂચના કે સિગ્નલ નહી આપતા ટ્રેન ધીમે ધીમે પસાર થઇ રહી હતી.જાે કે સદનસીબે ટ્રેન કે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને કોઇ નુકસાન થયું ન હતું.પણ રેલ્વે વિભાગની આ બેદકારીને કારણે મોટી દુર્ઘટના થતી બચી હતી.એટલું જ નહી પ્લેટફોર્મ પર ફાયર સેફ્ટીની કોઇ જ સુવિપ ન હોવાથી ટ્રેન રોકીને પ્લેટફોર્મ ૨ પરથી પાણીની પાઇપો લંબાવીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પણ રેેલ્વે વિભાગના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવી હતી.આ પાઇપોની પણ તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કામગીરીને પગલે ડાઉનની ૫ તેમજ અપની ૨ ટ્રેનો કેટલાક સમય માટે રોકી દેવામાં આવી હતી.બનાવને પગલે રેલ્વે પ્રબંધક એ કે સિંહ, સ્ટેશન ડાયરેકટર સહીત અન્ય અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. અને ગરનાળામાં લાગેલી આગ બાબતે તપાસ શરુ કરી છે.જ્યારે બીજી તરફ ગરનાળા પાસેથી ગેસની પાઇપલાઇન પસાર થતી હોવાથી પાલિકાએ ગેસનો પુરવઠો તાત્કાલિક બંધ કરી દેતા મોટી હોનારત બચી હતી.આગને પગલે પાલિકાના ગેસ વિભાગના અધિકારી શૈલેષ નાયક પણ હાજર રહ્યા હતા.ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તેમજ ફાયર ફાઇટરોએ જીવના જાેખમે આગને મીનીટોમાં જ બુઝાવી હતી.પણ આગથી ગરનાળા પરથી પસાર થતી રેલ્વે ટ્રેકને પણ નુકસાન થયું હતું.