પેરિસ:પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ની શરૂઆત ફૂટબોલ મેચો સાથે થઈ છે, પરંતુ તેની સાથે જ વિવાદો પણ શરૂ થઈ ગયા છે. આજેર્ન્ટિના અને મોરોક્કો વચ્ચે રમાયેલી મેચમાં વીએઆરએ ઘણો વિવાદ સર્જ્યો હતો. આજેર્ન્ટિના સામેની આ મેચમાં એક ખાલી સ્ટેડિયમમાં મેચ પૂર્ણ થઈ હતી. જેમાં મોરોક્કન ટીમ ૨-૦થી આગળ રહીને એક સમય માટે મજબૂત સ્થિતિમાં હતી. સેન્ટ ઇટીનના જ્યોફ્રી ગુઇચાર્ડ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આજેર્ન્ટિનાની ટીમ ૨-૨થી બરાબર થતાં જ મોરોક્કોના પ્રશંસકો બેકાબૂ બની ગયા હતા અને મોરોક્કો સામેની મેચમાં આજેર્ન્ટિનાએ બરાબરી કરતાં જ હંગામો શરૂ થયો હતો થઈ ગયું. મોરક્કોના પ્રશંસકોએ ખેલાડીઓ પર પાણીની બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે મેચમાં અરાજકતા વધતા સુરક્ષાકર્મીઓએ આખું સ્ટેડિયમ ખાલી કરાવ્યું હતું. દર્શકો સ્ટેડિયમમાંથી બહાર નીકળી ગયા બાદ મેચ ફરી શરૂ કરવામાં આવી હતી. આ મેચમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી આજેર્ન્ટિના માટે મેદાનમાં ઉતર્યો ન હતો, જાે કે આખરે મેચનું પરિણામ મોરોક્કોના પક્ષમાં આવ્યું. વાસ્તવમાં, આજેર્ન્ટિના માટે ક્રિશ્ચિયન મેડિનાએ ઇજાના સમયમાં કરેલા બરાબરીનો ગોલ ઓફસાઇડ તરીકે નકારી કાઢવામાં આવ્યો હતો. આ રીતે મોરોક્કોએ મેચ ૨-૧થી જીતી લીધી હતી. આ ર્નિણય બાદ આજેર્ન્ટિનાના ચાહકો અને ખેલાડીઓ ગુસ્સે છે.ં
Loading ...