આણંદ : છેલ્લાં કેટલાક દિવસોથી ચરોતરમાં ધુમ્મસભર્યા વાતાવરણને લઈને ઠંડીમાંથી રાહત મળી છે. જાેકે, ચરોતરનો માહોલ અત્યાર કોઈ હિલ સ્ટેશન જેવો બની ગયો છે. આજે પણ લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નોંધાયો હતો.  

આણંદ - ખેડા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોર સુધી ધુમ્મસ છવાયેલંુ રહેતા હરિયાળું ચરોતર હિલ સ્ટેશનમાં ફેરવાયું ગયું હતું. ધુમ્મસના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે લઘુતમ તાપમાનમાં ૧.૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો થતાં ૧૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર, મહત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનંુ પ્રમાણ ૭૮ ટકા અને પવનની ગતિ ૩.૭ કિમી પ્રતિ કલાકની રહેવા પામી છે. ગાઢ ધુમ્મસને કારણે ઠંડીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.

આકાશમાંથી વાદળો હટતાની સાથે જ ફરી એકવાર કાતિલ ઠંડીનો દોર શરૂ થશે, એવો વર્તારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આણંદ-ખેડા જિલ્લામાં ૧.૩૦ લાખ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લાં ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતાં તમાકુના પાકમાં કોકડવાટ વધી જવાની ચિંતા ખેડૂતોમાં સત્તાવી રહી હતી. હાલમાં માવઠું થાય તો શાકભાજી પાકને નુકશાન જવાની સંભાવના છે. તેમજ જીવતો પ્રમાણ વધવાની શકયતા સેવાઇ રહી છે. ત્યારે હાલના સંજાેગોમાં બાયાયતી પાકોને જીવાતોથી બચાવવા માટે દવાઓ છંટકાવ કરવા કૃષિ નિષ્ણાતો દ્વારા જણાવ્યું છે.

ગુરુવાર પછી વાદળો હટતાં પુનઃ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે 

આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ૧૪ થી ૧૫ ડિગ્રી સેન્ટિગ્રેડ વચ્ચે રહેશે. તેમજ વાદળછાયું વાતાવરણ જાેવા મળશે. ગુરુવાર બાદ વાદળો હટતાં પુનઃ ઠંડીનું જાેર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.