ભરૂચ, તા.૧૯

સુમુલ ડેરીના ચુંટણી અધીકારીએ ચાસવડ દુધ ડેરીના પ્રતિનિધિને ગેરલાયક જાહેર કયાૅ હતા. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ ડેરીમાં ૨૦૨૦-૨૧ની ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા કામચલાઉ મતદાન યાદી બહાર પાડી હતી, આ મતદાન યાદી સામે વાંધા અરજી મુકવાની અંતિમ તારીખ ૧૫ જુલાઈ નક્કી કરાઇ હતી.

ચાસવડ દુધ ડેરીની વ્યવસ્થાપક સમિતિના ઠરાવ નંબર. ૮-૯ સુમુલ ડેરીની વાષિૅક સાધારણ સભામાં ભાગ લેવા,હાજર રહેવા, અને નિયામક મંડળની ચુંટણી યોજાઇ તો મતદાન કરવા-ઉમેદવારી કરવા માટે વ્યવસ્થાપક સમિતિના સભ્ય સન્મુખભાઇ ભક્તના નામનો ખોટો ઠરાવ કરીને રૂલ્સ ઓફ મિટીંગનો ઉલંઘન કયુૅ હતું, ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના સભ્ય કવિભાઇ વસાવા, અરવિંદભાઇ વસાવા સહિતના ૫ સભ્યો-સભાસદોએ ૧૦ જુલાઇએ જ મતદાર યાદી ખોટી છે, અને સભામાં ઠરાવ પસાર કરવામાં ગેરરીતી થયાના આક્ષેપો સાથે વાંધા અરજી સુરત ચુંટણી અધિકારી, નાયબ કલેક્ટર કરી હતી.સુરત ખાતે સુનવણી હાથ ધરાતા બંને પક્ષોને આક્ષેપોને સાબિત કરવાની તક આપવામાં આવી, બંને પક્ષોને ચુંટણી અધીકારીએ સાંભળ્યા હતા, અનેે પુરાવા જોઇને કાર્યવાહી હાથધરતાં ચાસવડ ડેરીના પ્રતિનિધિ સન્મુખભાઇ ભક્તનું નામ રદ્દ કરવાનો હુકમ અપાયો હતો.