વડોદરા

છેલ્લા છ મહિનાથી વડોદરા પોલીસની પકડથી દૂર રહેવામાં સફળ રહેનાર કૈલાસ જાદવ પોતાની પત્નીને છોડી બીજી સાથે અન્ય સાથે લીવ ઈનમાં રહેતો હતો. મહત્ત્વની વાત તો એ છે કે બંને સગી બહેનો છે. કાયદેસરની પત્નીએ અત્રેની અદાલતમાં દાવો દાખલ કરતાં કોર્ટે પોલીસ કમિશનરને ફરિયાદીની ફરિયાદ કયા તબકકે છે એનો રિપોર્ટ તા.ર૬ ફેબ્રુઆરી સુધીમાં આપવાનો હુકમ કર્યો છે.

ઈમ્પોર્ટેડ બાઈક અને વૈભવી કારોનો શોખીન કૈલાસ જાદવ સ્ત્રીઓનો પણ દિવાનો હોવાનું આ ફરિયાદથી સાબિત થાય છે. ત્યારે ગત ઓગસ્ટ માસમાં ક્રાઈમ બ્રાન્ચમાં એની સામે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસ હજુ સુધી એને પકડી શકી નથી. તબીબ સાથે જિમમાં ભાગીદારી કર્યા બાદ હિસાબોમાં ગોટાળા કરી રૂા.૩ કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગત ઓગસ્ટ, ૨૦૨૦માં નોંધાઈ હતી. ત્યાર બાદ એની કાયદેસરની પત્ની વંદના જાદવે ફતેગંજ પોલીસ મથક અને પોલીસ કમિશનર સમક્ષ કૈલાસ જાદવ સાથે લીવ ઈનમાં રહેતી વિનીતા પાટીલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં વંદના કાયદેસરની પત્ની હોવા છતાં વિનીતા પાટીલ તેના હક્ક ડૂબાડવા માટે પોતાની જાતને કૈલાસ જાદવની પત્ની હોવાનું અદાલત સમક્ષ જુઠાણું ચલાવતી હોવાનું જણાવ્યું છે. વિનીતા પોતે કૈલાસ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે અને લગ્ન કર્યાનું કોઈ સાચું પ્રમાણપત્ર નહીં હોવા છતાં તબીબની ફરિયાદ બાદ અદાલતમાં મુકેલી જામીનઅરજીમાં કૈલાસ જાદવની પત્ની તરીકે વિનીતાનો ઉલ્લેખ છે. પત્ની વંદનાના નામે કૈલાસ જાદવે હોન્ડા જાઝ કાર વસાવી હતી, જેનો ઉપયોગ વંદના કરતી હતી. પરંતુ સાળી વિનીતાને જ ઘરવાળી બનાવી દેવાતાં વંદનાએ ઘર છોડી દીધું હતું અને અલગ રહેતી હતી. હાલ કૈલાસ ફરાર છે ત્યારે પોતાના નામે રહેલી કાર વંદના પરત લેવા જતાં વિનીતાએ આનાકાની કરી ઝઘડો કર્યો હતો.

સગી બહેનને જ પતિની બાહોમાં નગ્ન જાેઈ જતાં હુમલો કરાયો હતો

પોતાની સગી બહેન વિનીતા સાથે નગ્ન હાલતમાં પતિ કૈલાસ જાદવને જાેઈ જતાં વંદના પાટીલને ભારે આઘાત લાગ્યો હતો, એ વખતે ગુસ્સામાં આવી ગયેલ કૈલાસ જાદવે વંદનાનું માથું જાેશથી ભીંતમાં અફાડી લોહીલુહાણ કરી નાખી હતી અને વિનેતાએ પણ એને જબરદસ્તીથી ૮૦૧, ટાઈમ્સ સ્કેવરના મકાનમાંથી કાઢી મૂકી હોવાનું અદાલત સમક્ષની વિગતમાં વંદનાએ જણાવ્યું છે.