વડોદરા,તા.૨૧, 

વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની વિવિધ ટીમો દ્વારા કોવિદ-૧૯ને લઈને દરોડાઓનો દોર જારી રખાયો હતો. જેમાં શહેરની ૪૬ હોટલ, રેસ્ટોરન્ટ, મિઠાઇ-ફરસાણની દુકાનો, લારીઓ પર ચેકીંગ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

જે દરમિયાન પંદર જેટલા ફુડ બિઝનેશ ઓપરેટરોને સ્વચ્છતા અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ એક ફૂડ બિઝનેસ ઓપરેટરને રજીસ્ટ્રેશન ન હોવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની ત્રણ ટીમો દ્વારા શહેરનાં મુજમહુડા, હરણી રોડ, કીર્તીસ્તંભ, કારેલીબાગ વિગેરે વિસ્તારમાં આવેલ ૪૬ હોટલ, રેસ્ટોરન્ટ, મિઠાઇ-ફરસાણની દુકાનો, તેમજ ચા-નાસ્તાની લારીઓ, તેમજ ફુડ વેન્ડિંગ એસ્ટાબ્લીશમેન્ટ, વિગેરેમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા બાબતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ૧૫-ફુડ બિઝનેસ ઓપરેટરોને સ્વચ્છતા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત એક ફુડ બિઝનેસ ઓપરેટરને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયેનું રજીસ્ટ્રેશન ન હોવા બાબતે નોટીસ

અપાઈ હતી.